Gaurav Khanna: અનુપમા ફેમ ગૌરવ ખન્ના ટીવી પર કરશે ધમાકેદાર વાપસી, આ શો સાથે જોડાયો એક્ટર

Gaurav Khanna: અનુપમા સિરીયલમાં અનુજ કપાડિયાનું પાત્ર ભજવતા ગૌરવ ખન્નાને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અનુપમા શો છોડ્યા પછી હવે ગૌરવ ખન્ના એક રિયાલીટી શોમાં જોવા મળશે. 

Gaurav Khanna: અનુપમા ફેમ ગૌરવ ખન્ના ટીવી પર કરશે ધમાકેદાર વાપસી, આ શો સાથે જોડાયો એક્ટર

Gaurav Khanna: રુપાલી ગાંગુલીની સીરિયલ અનુપમા છોડીને ઘણા કલાકારો નીકળી ગયા છે. આ લિસ્ટમાં અનુજ કપાડિયા એટલે કે ગૌરવ ખન્નાનું નામ પણ આવે છે. આ શોને ગૌરવ ખન્નાએ અલવિદા કહી દીધો છે. પરંતુ ગૌરવ ખન્નાના ચાહકોએ નિરાશ થવાની જરૂર નથી. કેમકે ગૌરવ ખન્ના ટુંક સમયમાં ટીવી સ્ક્રીન પર જોવા મળશે. 

ગૌરવ ખન્ના એક નવા શોથી ટીવી પર વાપસી કરશે તેવી ચર્ચાઓ છે. આ શો ફરાહ ખાનનો હશે જેમાં ગૌરવ ખન્ના અલગ જ અંદાજમાં જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર ગૌરવ ખન્ના જે શોમાં જોવા મળશે તે રિયાલિટી શો હશે જેમાં તે પોતાની કુકિંગ સ્કિલ્સ ટ્રાય કરશે. આ શો છે સેલિબ્રિટી માસ્ટર શેફ. આ શોનું પહેલું કંફર્મ નામ ગૌરવ ખન્ના છે. 

આ શો માટે ગૌરવ ખન્નાનું નામ કંફર્મ હોવાનું સામે આવ્યું છે. આ શોમાં અન્ય નામની પણ ચર્ચા છે. જેમકે નાગિન શો ફેમ તેજસ્વી પ્રકાશ, દીપિકા કક્કડ ઈબ્રાહિમ, ચંદન પ્રભાકર, ઉષા અને રાજીવ અદતિયા પણ આ શોમાં જોવા મળશે તેવી ચર્ચા છે. જો કે આ નામોની પુષ્ટિ કરવામાં આવતી નથી. 

માસ્ટર શેફ સીઝન 9 ને લઈ લોકો પણ આતુર છે. આ શોમાં જજ ફરાહ ખાન હશે, સાથે જ રણવીર બરાર અને વિકાસ ખન્ના પણ આ શોમાં જજ હશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news