રેલવે મુસાફરો માટે મોટા સમાચાર : 21 થી 23 ડિસેમ્બરે ગુજરાતની 21 ટ્રેન મોડી પડશે, 4 કેન્સલ કરાઈ

Train Timing Update : વલસાડ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા કામને કારણે 21, 22, 23 ડિસેમ્બરે મેગા બ્લોક જાહેર કરાયું છે, જેને પગલે 27 ટ્રેનોમાંથી 4 રદ કરાઈ છે, તો 2 ટ્રેન શોર્ટ ટર્મિનેટ.. આ ઉપરાંત તો 21 ટ્રેન મોડી પડશે

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર : 21 થી 23 ડિસેમ્બરે ગુજરાતની 21 ટ્રેન મોડી પડશે, 4 કેન્સલ કરાઈ

Surat Railway Station : ગુજરાતમાં સુરત રેલવે સ્ટેશન મુસાફરોથી સૌથી વધુ ધમધમતુ રેલવે સ્ટેશન છે. અહીંથી દક્ષિણ અને ઉત્તર તરફ જતા મુસાફરોનો પ્રવાહ વધારે હોય છે. આવામાં મુસાફરોને ટેન્શન કરાવે તેવા સમાચાર રેલવે આપ્યા છે. તારીખ 21, 22, 23 ડિસેમ્બરે મેગા બ્લોક જાહેર કરાયું છે. જેની અસર અનેક ટ્રેનોને પડશે. 

વલસાડ સ્ટેશન પર પુલ 330ના ગર્ડરનો પ્રિ-કાસ્ટ પીએસસી સ્લેબમાં બદલવા માટે પશ્ચિમ રેલવેએ બ્લોક મૂક્યો છે. જેની સીધી અસર મુસાફરોનેપ ડશે. અપ અને ડાઉનની મેઈન લાઇન સાથે અપ અને ડાઉન યાર્ડ પર લેવાયો છે. આ કારણે સુરત રેલવે સ્ટેશનથી અવર જવર કરતી 27 ટ્રેનોને અસર થશે. આ મેગા બ્લોકને કારણે 27 ટ્રેનોમાંથી 4 રદ કરાઈ છે. તો 2 શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. આ ઉપરાંત 21 ટ્રેન મોડી પડશે. આવતીકાલે 15 ટ્રેનો 20 મિનિટથી 1.30 કલાક સુધી મોડી ઉપડશે એવી ધારણા છે. જેમાં 4 ટ્રેન કેન્સલ, 2 ટ્રેન શોર્ટ ટર્મિનેટ અને 21 ટ્રેનો 1.30 કલાક મોડી પડી હતી.  

  • 09189 મુંબઈ સે.-કટિહાર 55 મિનિટ મોડી ઉપડશે 
  • 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર 1 કલાક મોડી 
  • 22498 હમસફર એક્સપ્રેસ 25 મિનિટ મોડી 
  • 12925 મુંબઈ સેન્ટ્રલ-અમૃતસર 20 મિનિટ મોડી 
  • 19027 બાંદ્રા-જમ્મુ તાવી 20 મિનિટ મોડી ઉપડશે 
  • 22659 કોચુવેલી-યોગ નગરી 20 મિનિટ મોડી 
  • 20921 બાંદ્રા ટર્મિનસ-લખનૌ 20 મિનિટ મોડી 
  • 12926 અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ 1.30 કલાક મોડી 
  • 09008 ભિવાની-વલસાડ 1.10 કલાક મોડી 
  • 22954 અમદાવાદ-મુંબઈ 1.05 કલાક મોડી 
  • 12494 નિઝામુદ્દીન-મિરાજ 1 કલાક મોડી ઉપડશે 
  • 19204 વેરાવળ-બાંદ્રા 50 મિનિટ મોડી ઉપડશે 
  • 12472 વૈષ્ણોદેવી કટરા-બાંદ્રા 30 મિનિટ મોડી 
  • 22634 નિઝામુદ્દીન-તિરુવનંતપુરમ 30 મિનિટ મોડી 
  • 02134 જબલપુર-બાંદ્રા 20મીએ 2 કલાક મોડી

23મીએ 6 ટ્રેન મોડી ઉપડશે
09055 બાંદ્રા-ઉધના 20 મિનિટ મોડી ઉપડશે 
12926 અમૃતસર-મુંબઈ 1.30 કલાક મોડી 
22954 અમદાવાદ-મુંબઈ 1.05 કલાક મોડી 
22910 પુરી-વલસાડ 1.10 કલાક મોડી ઉપડશે 
19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર 20 મિનિટ મોડી 
16588 બિકાનેર-યશવંતપુર 1.30 કલાક મોડી

23મીએ શોર્ટ ટર્મિનેટ અને કેન્સલ 

  • 09152 સુરત-વલસાડ મેમુ બિલીમોરા ટર્મિનેટ 
  • 09153 ઉમરગામ-વલસાડ મેમુ સ્પેશિયલ કેન્સલ 
  • 09154 વલસાડ-ઉમરગામ મેમુ સ્પેશિયલ કેન્સલ

રેલવે તંત્રએ પેસેન્જરોને સૂચના આપી છે કે તે મુસાફરી શરૂ કરતાં પહેલાં ટ્રેનોની સ્થિતિ તપાસી લેવી, જેથી કોઈ પણ પ્રકારની હાલાકીથી બચી શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news