આ ઘરેલુ નુસખા સાંધાના દુખાવાને કરી દેશે કાયમ માટે છૂમંતર, એકવાર ટ્રાય જરૂર કરજો

home remedy: એરંડીના તેલથી માલિશ કરવાથી હાડકાનો દુખાવો દૂર રહે છે. આ તેલથી માલિશ કરવાથી દુખાવાની સાથે-સાથે સૂજન પણ ઓછી થાય છે. જો તમને પણ સાંધામાં દુખાવો રહે છે તો તમે અઠવાડિયામાં બે વાર આ તેલથી મસાજ કરી શકો છો.

આ ઘરેલુ નુસખા સાંધાના દુખાવાને કરી દેશે કાયમ માટે છૂમંતર, એકવાર ટ્રાય જરૂર કરજો

Health Care: કેટલીક વખત વાતાવરણ બદલાવવાના કારણે સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થવા લાગે છે. તો કેટલાક લોકોને સાંધાના દુખાવો થાય છે. જે અસહનીય હોય છે. પહેલા સાંધાનો દુખાવો વધતી ઉંમરના લોકોમાં જોવા મળતો હતો. પરંતુ બદલાતી લાઇફસ્ટાઇલને લઇને દરેક લોકોને આ સમસ્યા થાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમે ખૂબ દવાઓનું સેવન કરો છો. એવામા કેટલાક એવા ઘરેલું નુસખા છે. જેની મદદથી તમે સાંધાના દુખાવાથી રાહત મેળવી શકો છો.

કપૂરનું તેલ:
કપૂરનું તેલ શરીરના રક્ત સંચાર યોગ્ય રાખે છે. શરીરના કોઇપણ અંગમાં દુખાવો થતો હોય તો કપૂરના તેલથી મસાજ કરવાથી રાહત મળે છે. તેમજ હાડકામાં થતો દુખાવો પણ દૂર થાય છે અને સાંધાના દુખાવાથી કાયમ માટે રાહત મળી શકે છે.

એરંડીનું તેલ:
એરંડીના તેલથી માલિશ કરવાથી હાડકાનો દુખાવો દૂર રહે છે. આ તેલથી માલિશ કરવાથી દુખાવાની સાથે-સાથે સૂજન પણ ઓછી થાય છે. જો તમને પણ સાંધામાં દુખાવો રહે છે તો તમે અઠવાડિયામાં બે વાર આ તેલથી મસાજ કરી શકો છો.

આદુ-હળદર:
બે કપ પાણીને બરાબર ઉકાળી લો. તે બાદ તેમા હળદર અને આદુને પાણીમાં ઉમેરો. હવે તેને 15 મિનિટ સુધી ઉકાળો. આ પેસ્ટને દિવસમાં ઓછામાં ઓછા બે વાર પીઓ. જેનાથી સાંધાનો દુખાવો દૂર રહે છે.

લીંબુની છાલ:
કાચના ડબ્બામાં લીંબુની છાલ અને જૈતુનનું તેલ ઉમેરો. આ ડબ્બાને બંધ કરી દો. જેથી તેમા હવા ન જઇ શકે. આ ડબ્બાને 2 અઠવાડિયા સુધી ન ખોલો. જ્યાં સુધી તે તેલમાં ન બદલાઇ જાય. હવે રેશમી કાપડ પર આ તેલ લગાવો અને સાંધાનો દુખાવો થતો હોય તે જગ્યા પર લગાવવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news