Council of Ministers Meeting: 2024ની ચૂંટણી પર નજર, પીએમ મોદીએ મંત્રીઓને નવ મહિના માટે આપ્યો મોટો ટાસ્ક

Lok Sabha Elections: આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા આ વર્ષના અંત સુધી પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. બેઠકમાં સંસદના ચોમાસું સત્રને લઈને પણ ચર્ચા થઈ છે. 
 

Council of Ministers Meeting: 2024ની ચૂંટણી પર નજર, પીએમ મોદીએ મંત્રીઓને નવ મહિના માટે આપ્યો મોટો ટાસ્ક

નવી દિલ્હીઃ Council of Ministers Meeting News: પીએમ મોદી (PM Modi)એ સોમવાર (3 જુલાઈ) એ મંત્રિપરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય મંત્રિમંડળમાં ફેરફારની અટકળો વચ્ચે યોજાયેલી બેઠકને ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠક દિલ્હીમાં સ્થિત પ્રગતિ મેદાન (Pragati Maidan)માં યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી એસ જયશંકર સહિત તમામ કેન્દ્રીય મંત્રી સામેલ રહ્યાં હતા. 

આ બેઠક પછી, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું કે મંત્રી પરિષદ સાથે ફળદાયી બેઠક, જ્યાં અમે વિવિધ નીતિ વિષયક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું. તેણે મીટિંગ સાથે જોડાયેલા ફોટા પણ શેર કર્યા. આ બેઠકમાં ભારતની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવા પર 2047 સુધીના રોડમેપ પર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં 2024ની આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

પીએમ મોદીએ બેઠકમાં શું કહ્યું?
સૂત્રો અનુસાર પીએમ મોદીએ કહ્યુ કે આપણે શાંતિના માહોલમાં કામ કરી રહ્યાં છીએ જેથી આપણે યુદ્ધ માટે તૈયાર રહીએ. આપણે પાયાના માળખા સાથે ધ્યાન આપવાની જરૂર છે. સૂત્રો પ્રમાણે પીએમ મોદીએ કહ્યુ કે સરકારે નવ વર્ષમાં ખુબ વિકાસ કર્યો છે અને મંત્રિપરિષદને આગામી 9 મહિનામાં લોકો સુધી પહોંચવાનું કહ્યું છે. 

મંત્રિ પરિષદની બેઠકમાં 2047 સુધી ભારતની સંભવિત વિકાસ યાત્રા પર પ્રસ્તૃતિ આપવામાં આવી. આ સિવાય વિદેશ સચિવે પીએમના વિદેશ પ્રવાસ પર એક પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે પીએમની મુલાકાત તેમના પુરોગામી પ્રવાસો કરતા અલગ હતી.

જૂની સંસદમાં યોજાશે મોનસૂન સત્ર
આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે અમારો ફોકસ પાયાના વિકાસ પર છે. બેઠકમાં તે કહેવામાં આવ્યું છે કે જે મંત્રાલયોએ બિલ લાવવાનું છે તે જલદી લાવે. આ વખતે સંસદનું ચોમાસું સત્ર જૂની સંસદમાં યોજાશે. આજની બેઠકમાં દેશને આગળ લઈ જવા માટે શું યોજના છે તેના પર ચર્ચા થઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news