Food For Happy Mood: આ ફૂડ બદલી દેશે તમારો મૂડ, ખાવાથી તુરંત થઈ જશે ખુશ

Food For Happy Mood: નકારાત્મક વિચારોથી બચવા માટે તમે મેડીટેશન, યોગ અથવા તો દવાની મદદ લઈ શકો છો. પરંતુ આ વસ્તુઓની સાથે જો તમે આહારમાં પણ કેટલાક ફેરફાર કરો અને કેટલીક વસ્તુઓનો સમાવેશ કરો તો તમારો મૂડ બદલી શકે છે. 

Food For Happy Mood: આ ફૂડ બદલી દેશે તમારો મૂડ, ખાવાથી તુરંત થઈ જશે ખુશ

Food For Happy Mood: ખુશ રહેવાની ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે. પરંતુ ઘણી વખત સ્ટ્રેસ, ચિંતા અને ડિપ્રેશનના કારણે નકારાત્મક વિચારો મનને ઘેરી વડે છે. આવા નકારાત્મક વિચારોના કારણે મૂડ ઓફ થઈ જાય છે. ત્યારે સમજમાં નથી આવતું કે શું કરવું જેનાથી ખુશ રહી શકાય. નકારાત્મક વિચારોથી બચવા માટે તમે મેડીટેશન, યોગ અથવા તો દવાની મદદ લઈ શકો છો. પરંતુ આ વસ્તુઓની સાથે જો તમે આહારમાં પણ કેટલાક ફેરફાર કરો અને કેટલીક વસ્તુઓનો સમાવેશ કરો તો તમારો મૂડ બદલી શકે છે. 

જી હા કેટલાક ફૂડ એવા હોય છે જે મૂડને સુધારવામાં મદદ કરે છે. આ ફૂડ એવા હોય છે જે શરીરમાં હેપી હોર્મોન્સ જેવા કે સેરોટોનિન અને ડોપામાઈનનું ઉત્પાદન વધારે છે. તો ચાલો તમને જણાવીએ એવા કયા ફૂડ છે જેનું સેવન કરવાથી મૂડ તુરંત જ હેપ્પી થઈ જાય છે.

ચોકલેટ

ચોકલેટ ખાવાથી મનમાં આનંદની લાગણી ઉત્પન્ન થાય છે. ચોકલેટમાં એવા કમ્પાઉન્ડ હોય છે જે મૂડને સુધારવામાં મદદ કરે છે. 

કાળી ચા

કાળી ચામાં કેફિન અને એન્ટિઓક્સિડન્ટ હોય છે. કેફીન આપણા મૂડને સુધારવામાં મદદ કરે છે. અને એન્ટિ ઓક્સિડન્ટ સ્ટ્રેસને ઘટાડવામાં મદદ કરે છે.

બદામ

બદામમાં મેગ્નેશિયમ, વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. આ બધા જ પોષક તત્વો મૂડને સુધારવામાં મદદ કરે છે. મેગ્નેશિયમ સ્ટ્રેસને ઘટાડવામાં મદદ કરે છે. ઓમેગા 3 ફેટી એસિડ મુડને સુધારે છે.

દહીં

દહીમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સ્વસ્થ પાચનતંત્ર સેરોટોનિન હોર્મોન વધારવામાં મદદ કરે છે. 

ફળ

ફળમાં વિટામિન સી અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. આ પોષક તત્વો મૂડને સુધારવામાં મદદ કરે છે. વિટામીન બી6 નું ઉત્પાદન વધારે છે અને તે ફળમાંથી મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news