Joint Pain: શિયાળામાં સાંધાના દુખાવાથી છુટકારો અપાવશે આ 3 લીલા પાન

Joint Pain Remedies: શિયાળાની ઋતુમાં સરળતાથી મળતા આ 3 લીલા પાનનું સેવન કરવાથી પણ સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે. આ પાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને દરરોજ તેનું સેવન કરી શકાય છે. 

Joint Pain: શિયાળામાં સાંધાના દુખાવાથી છુટકારો અપાવશે આ 3 લીલા પાન

Joint Pain Remedies: સાંધાના દુખાવાની સમસ્યા શિયાળામાં વધી જતી હોય છે. આજના સમયમાં તો યુવા વયમાં લોકોને સાંધાના દુખાવા રહે છે. સાંધાના દુખાવાના કારણ અલગ અલગ હોય છે. તેમાં મુખ્ય હોય છે વિટામિન ડીની ઉણપ. આ ઉણપને દુર કરીને પણ તમે સાંધાના દુખાવાથી મુક્તિ મેળવી શકો છો. આ સિવાય શિયાળાની ઋતુમાં સરળતાથી મળતા આ 3 લીલા પાનનું સેવન કરવાથી પણ સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે. આ પાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને દરરોજ તેનું સેવન કરી શકાય છે. 

કોથમીર 
કોથમીરનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. લોકો તેની ચટણી પણ ખાતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કોથમીર તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી સાંધાનો દુખાવો અને સોજા ઓછા થઈ શકે છે અને સાથે જ તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.

એલોવેરા 
એલોવેરા માત્ર સ્કીન કેરમાં ઉપયોગી છે તેવું નથી તે સાંધાના દુખાવાથી પણ રાહત આપે છે. એલોવેરા ઘૂંટણનો દુખાવો અને સોજો ઓછો કરવામાં પણ મદદરૂપ છે. જો ઘૂંટણનો દુખાવો વધારે હોય તો એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા દુખાવાથી રાહત આપે છે. 

ફુદીનાના પાન
ફુદીનાના પાનનો ઉપયોગ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ અને ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે. ઘૂંટણના દુખાવામાં તે ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news