Dry Skin Remedies: ડ્રાય સ્કીનની સમસ્યાથી પરેશાન છો? તો ફોલો કરો આ 5 ટીપ્સ, ચિંતા થશે દુર

Dry Skin Remedies: આ ઋતુમાં સામાન્ય રીતે લોકો ડ્રાય સ્કીનની સમસ્યાથી પીડાય છે. લોકો ત્વચા પરની ડ્રાયનેસની સમસ્યાને દૂર કરવા માટે લોશન, ક્રીમ વગેરે લગાડતા હોય છે. જો તમે પણ શિયાળામાં ત્વચાની સમસ્યાઓથી પરેશાન છો તો તેનાથી કાયમી છુટકારો મેળવવા માંગો છો તો તમને તેનો ઘરેલુ ઉપાય જણાવીએ.

Dry Skin Remedies: ડ્રાય સ્કીનની સમસ્યાથી પરેશાન છો? તો ફોલો કરો આ 5 ટીપ્સ, ચિંતા થશે દુર

Dry Skin Remedies: શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ સીઝનમાં મોટાભાગના લોકો ત્વચા સંબંધિત સમસ્યાઓથી પરેશાન રહે છે. આ ઋતુમાં સામાન્ય રીતે લોકો ડ્રાય સ્કીનની સમસ્યાથી પીડાય છે. લોકો ત્વચા પરની ડ્રાયનેસની સમસ્યાને દૂર કરવા માટે લોશન, ક્રીમ વગેરે લગાડતા હોય છે. જો તમે પણ શિયાળામાં ત્વચાની સમસ્યાઓથી પરેશાન છો તો તેનાથી કાયમી છુટકારો મેળવવા માંગો છો તો તમને તેનો ઘરેલુ ઉપાય જણાવીએ. જો તમે આ ટીપ્સ ફોલો કરશો તો તમારી ત્વચા ઠંડીમાં પણ સોફ્ટ જ રહેશે. 

એલોવેરા 
એલોવેરાનો ઉપયોગ કરવાથી અનેક રોગથી રાહત  મળે છે. ખાસ કરીને ત્વચાની ખંજવાળ, ડ્રાયનેસ, રેડનેસ અને સોજાને દુર કરવા માટે એલોવેરાના પાનમાંથી કાઢેલા જેલનો ઉપયોગ કરી શકાય છે. આ કુદરતી ઉપાય દ્વારા ડ્રાયસ્કીનની સમસ્યાઓથી રાહત મળી શકે છે.

હળદર 
આપણે બધા જાણીએ છીએ કે હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. હળદર એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડન્ટ ગુણોથી ભરપુર હોય છે અને ત્વચાની ખંજવાળ અને ડ્રાયનેસને ઘટાડવામાં મદદ કરી શકે છે.

અળસી
રોજિંદા આહારમાં અળસીના બીજનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી ખીલ, ખરજવું અને સ્કીન ડ્રાયનેસ જેવી સમસ્યાઓ ગણતરીના દિવસોમાં દુર થાય છે. 

વિટામિન ઈ
વિટામિન ઈ એ એક પ્રકારનું એન્ટીઓકિસડન્ટ છે જે ત્વચાને પ્રદૂષણથી થતા નુકસાનથી બચાવે છે. વિટામિન ઈના ઉપયોગથી સ્કીનની ડ્રાયનેસની સમસ્યામાંથી પણ રાહત મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news