શિયાળામાં મળતા શિંગોડા ખાવ અને આ તમામ તકલીફોથી રહો દૂર

શિંગોડામાં અનેક એવા ગુણો રહેલાં છે જેનાથી તે તમને અનેક શારીરિક સમસ્યાઓમાં ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. 

શિયાળામાં મળતા શિંગોડા ખાવ અને આ તમામ તકલીફોથી રહો દૂર

ઝી બ્યૂરો, અમદાવાદઃ શિયાળો શરૂ થતાં જ શિંગોડા બજારમાં દેખાય છે.કેટલાય એવા લોકો છે , જે શિયાળામાં આવતાં શિંગોડાની રાહ જોતા હોય છે.શિંગોડા શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢે છે અને માંસપેશીઓને મજબૂત કરે છે. શિંગોડામાં વિટામીન A,B,C ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે.શિંગોડા પાકા અને કાચા એમ બંને રીતે ખાઈ શકાય છે.સિંગોડામાં ટેનિન, સિટ્રીડ એસીડ, એમીલોજ પ્રોટીન, ફેટ, ફાસ્ફોરાઈજેલ, થાયમાઈન સહિતના વગેરે તત્વો રહેલા છે. ત્યારે શિંગોડા કઈ કઈ બિમારીઓને દૂર કરશે.તે માટે વાંચો અમારો આર્ટીકલ

અસ્થમાના દર્દીઓ માટે લાભદાયી
જે લોકો શ્વસનની બિમારીથી પીડાતા હોય તે વ્યક્તિ માટે શિંગોડા ખૂબ લાભદાયી છે. નિયમિત શિંગોડા ખાવાથી શ્વસન સમસ્યાઓથી પણ રાહત મળે છે.

પાઈલ્સમાંથી છુટકારો
શિંગોડા પાઈલ્સ જેવી મુશ્કેલ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કારગાર સાબિત થાય છે, કેમ કે શિંગોડામાં ફાઈબર, કેલ્શિયમ અને વિટામીન ભરપૂર પ્રમાણમાં મળી આવે છે.

શિંગોડામાં છે અઢળક કેલ્શિયમ
શિંગોડામાં કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તે ખાવાથી હાડકા અને દાંત મજબૂત રહે છે.શિંગોડા આંખો માટે પણ ફાયદાકારક છે.

શિંગોડાથી મહિલાઓને થાય છે ફાયદા
ગર્ભાવસ્થા દરમિયાન શિંગોડા ખાવાથી માતા અને બાળક બંને સ્વસ્થ રહે છે.આ સિવાય શિંગોડા ખાવાથી પિરિયડની સમસ્યાથી પણ છુટકારો મળે છે. સાથે શિંગોડા ખાવાથી લોહીને લગતી સમસ્યા પણ દૂર થાય છે.

જે વ્યક્તિને કોઈ ઘા વાગ્યો હોય અને લોહી ખૂબ નીકળી રહ્યું હોય તો તેને ખુબ શિંગોડા ખાવા જોઈએ. તેમા લોહી ઘટ્ટ કરવાનો પણ ગુણ મળી આવે છે. જો તમારી માંસપેશીઓ નબળી છે કે શરીર નબળું હોય તો નિયમિત શિંગોડાનું કરવું જરૂરી છે.શિંગોડાના સેવનથી માંસપેશીઓ અને શરીર મજબૂત બનશે. જો તમને શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થઈ રહ્યો છે અથવા તો ક્યાંય પણ સોજો આવે છે, તો પછી તમે શિંગોડાની પેસ્ટ બનાવીને તે જગ્યાએ લગાવી શકો છો. હા, આ ફક્ત તમારી પીડા ઘટાડશે નહીં, પણ તમારા સોજોને સમાપ્ત કરશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news