Chia Seeds: આ 3 બીમારી હોય તેણે ન ખાવા ચિયા સીડ્સ, ખાશો તો વધી જાશે હોસ્પિટલના ધક્કા
Side Effects Of Chia Seeds: વજન ઘટાડવા માટે જો તમે વેટ લોસ ડ્રિન્કમાં સ્મુધિમાં કે સલાડમાં ચિયા સીડ્સ મિક્સ કરો છો તો ગજબનો ફાયદો થાય છે. પરંતુ આ સ્વાસ્થ્ય સમસ્યા તમને હોય અને તમે ચિયા સીડ્સ ખાવાનું રાખશો તો વજન રોકેટ ગતિએ વધશે.
Trending Photos
Side Effects Of Chia Seeds: સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં અને શરીરને સ્વસ્થ રાખવા માટે ચિયા સીડ્સ ખાવાનું ચલણ વધતું જાય છે. એ વાતમાં કોઈ શંકા નથી કે ચિયા સીડ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને વજન ઘટાડવા માટે જો તમે વેટ લોસ ડ્રિન્કમાં સ્મુધિમાં કે સલાડમાં ચિયા સીડ્સ મિક્સ કરો છો તો ગજબનો ફાયદો થાય છે. પરંતુ સાથે જ એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે વધારે પ્રમાણમાં ચિયા સીડ્સનું સેવન કરવાથી શરીરને નુકસાન પણ થઈ શકે છે. ચિયા સીડ્સ આમ તો ગુણકારી વસ્તુ છે તેમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીરને ફ્રી રેડીકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. પરંતુ ગુણકારી હોવા છતાં ચિયા સીડ્સ ત્રણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યામાં હાનિકારક સાબિત થઈ શકે છે. જે લોકોને આ ત્રણ બીમારી હોય તેમણે વધારે પ્રમાણમાં ચિયા સીડ્સનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચો:
ડાયાબિટીસ
જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ચિયા સીડ્સનું સેવન ભૂલથી પણ ન કરતા. તેને ખાવાથી સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. ચિયા સીડ્સ રક્તમાં ગ્લુકોઝ લેવલને રેગ્યુલેટ કરે છે. પરંતુ જો તમે બ્લડ સુગર કંટ્રોલમાં રાખવાની દવા લેતા હોય તો તેની સાથે છીએ રિએક્ટ કરશે જે તમારા સ્વાસ્થ્ય અને નુકસાન કરી શકે છે.
બ્લડ ક્લોટિંગ
જે લોકોનું રક્ત પાતળું હોય એટલે કે જો ઈજા થાય પછી તુરંત જ લોહી રોકાતું ન હોય તેવી સ્થિતિમાં ચિયા સીડ્સનું સેવન ન કરવું જોઈએ. કારણ કે ચિયા સીડ્સ રક્તને વધારે પાતળું કરે છે.
અપચો
ચિયા સીડ્સ ફાઇબરથી ભરપૂર હોય છે તેવામાં જો તમે દિવસમાં ચારથી પાંચ વખત ચિયા સીડ્સનું સેવન કરો છો તો તમને અપચાની સમસ્યા થઈ શકે છે. તે ફાઇબરથી ભરપૂર હોય છે તેથી તેનું પાચન ઝડપથી થતું નથી તેવામાં જો પહેલાથી જ તમને અપચાની તકલીફ હોય અને દિવસમાં તમે વધારે વખત ચિયા સીડ્સ લેશો તો તમારું વજન ઝડપથી વધી પણ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે