નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ'... રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
BJP Changes in 2025: ભાજપમાં નવા વર્ષમાં ઘણા મોટા ફેરફાર થવાના છે. નવા રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂંક સિવાય, ઘણા રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ પણ બદલાવાના છે. સંગઠન મહાસચિવના પદ માટે પણ નવા નેતાની નિમણૂંક થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હી: BJP Changes in 2025: નવું વર્ષ શરૂ થવાનું છે. ફરવાના શોખીન લોકો ટ્રિપ પ્લાન કરી રહ્યાં હતા, જ્યારે કોર્પોરેટમાં કામ કરતા લોકો ઓફિસ પાર્ટી પર વિચાર કરી રહ્યાં હશે. પરંતુ નવું વર્ષ રાજકારણીઓ માટે પણ મહત્વનું છે. આવું એટલા માટે કારણ કે આ વર્ષમાં ઘણાનું નસીબ મચકવાનું છે. વર્ષ 2025માં લગભગ દરેક પાર્ટીમાં કોઈને કોઈ ફેરફાર થવાના છે. પરંતુ મોટા ફેરફાર ભારતીય જનતા પાર્ટીમાં થશે. તો આવો જાણીએ 2025માં ભાજપમાં કયા-કયા ફેરફાર થવાના છે.
15 જાન્યુઆરી બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી
ભાજપમાં સૌથી મોટો ફેરફાર રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર થશે. વર્તમાનમાં જેપી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેમનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. ભાજપની તે નીતિ છે કે કોઈપણ નેતા સત્તા કે સંગઠનમાંથી એક પદ મેળવી શકે છે. જેથી નડ્ડાની જગ્યાએ નવા અધ્યક્ષની નિમણૂંક થવાની છે. 15 જાન્યુઆરી બાદ ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળશે. તે માટે ધર્મેન્દ્ર પ્રધાન, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહરલાલ ખટ્ટર અને વસુંધરા રાજેનું નામ ચર્ચામાં છે.
સંગઠન મહાસચિવ પણ બદલાશે!
ભાજપમાં સંગઠન મહાસચિવનું પદ અતિ મહત્વનું માનવામાં આવે છે. તેને એ રીતે સમજો તે રાષ્ટ્રીય અધ્યક્ષ બાદ પાર્ટીમાં સંગઠન મહાસચિવ સૌથી વધુ શક્તિશાળી માનવામાં આવે છે. વર્તમાનમાં બીએલ સંતોષ ભાજપના સંગઠન મહાસચિવ છે. તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. હવે પાર્ટી નવા વર્ષમાં નવા સંગઠન મહાસચિવની નિમણૂંક કરી શકે છે. ભાજપના સંગઠન મહાસચિવને સંગઠન મહામંત્રી પણ કહેવામાં આવે છે. કેન્દ્ર અને પ્રદેશ સંગઠન મહામંત્રી આરએસએસ દ્વારા મોકલવામાં આવે છે. તે RSS અને ભાજપ વચ્ચે સમન્વયનું કામ કરે છે. ભાજપમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી RSS ના વરિષ્ઠ પ્રચારક હોય છે.
આ રાજ્યોને મળશે નવા પ્રદેશ અધ્યક્ષ
ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી લોકસભા ચૂંટણી હારી ગયા. ત્યારબાદ તેમણે રાજીનામાની જાહેરાત કરી હતી. હવે નવા વર્ષમાં પાર્ટી તેમની જગ્યાએ બીજા કોઈ નેતાને પ્રદેશની જવાબદારી સોંપી શકે છે. પ્રદેશ અધ્યક્ષની રેસમાં વિદ્યાસાગર સોનકર, વિજય બહાદુર પાઠક, બાબૂરામ નિષાદ, ધર્મપાલ સિંહ, વિજય સોનકર અને ગોવિંદ નારાયણ શુક્લનું નામ ચાલી રહ્યું છે.
મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેને ફડણવીસ સરકારમાં રેવેન્યુ મંત્રી બનાવવામાં આવ્યા છે. હવે પાર્ટીએ અહીં નવા અધ્યક્ષની નિમણૂંક કરવી પડશે. તે માટે રવીન્દ્ર દત્તાત્રેય ચવ્હાણનું નામ રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યું છે.
ઝારખંડઃ ભાજપે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બાબૂલાલ મરાંડીએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેવામાં ભાજવ એવા નેતાને જવાબદારી સોંપી શકે છે, જે આદિવાસી વિસ્તારમાં પક્કડ ધરાવતા હોય.
ગુજરાતઃ ભાજપ ગુજરાતના અધ્યક્ષ સીઆર પાટિલને કેન્દ્રમાં મંત્રી બનાવી દેવામાં આવ્યા છે. તેવામાં ગુજરાતને નવા અધ્યક્ષ મળશે. ભાજપ દેવુસિંહ ચૌહાણ, જગદીશ પંચાલ કે પૂર્ણેશ મોદીમાંથી કોઈને જવાબદારી સોંપી શકે છે.
મધ્યપ્રદેશઃ પ્રદેશ અધ્યક્ષ તરીકે વીડી શર્માનો કાર્યકાળ પૂર્ણ થયો છે. અહીં જો પાર્ટી વીડી શર્માનો કાર્યકાળ નહીં લંબાવે તો જ્ઞાતિના સમીકરણને ધ્યાનમાં રાખીને નવા પ્રમુખની નિમણૂક કરી શકાય છે. પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, પૂર્વ મંત્રી અરવિંદ ભદૌરિયા, સાંસદ સુમેર સિંહ સોલંકી, ફગ્ગન સિંહ કુલસ્તેના નામ રેસમાં સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે