વાવાઝોડું બિપરજોય સૌરાષ્ટ્ર-કચ્છને તો ધમરોળશે સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ લાવશે

Cyclone Biparjoy: અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય હાલ તો પ્રતિ કલાક 8 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. ગુજરાતના કાંઠા વિસ્તારોમાં તેની અસરો પણ દેખાવવા લાગી છે. જે જોતા લાગી રહ્યું છે કે ગુજરાત માટે આગામી 36 કલાક અત્યંત ભારે બની શકે છે.

વાવાઝોડું બિપરજોય સૌરાષ્ટ્ર-કચ્છને તો ધમરોળશે સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ લાવશે

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય હાલ તો પ્રતિ કલાક 8 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. ગુજરાતના કાંઠા વિસ્તારોમાં તેની અસરો પણ દેખાવવા લાગી છે. જે જોતા લાગી રહ્યું છે કે ગુજરાત માટે આગામી 36 કલાક અત્યંત ભારે બની શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ આ વાવાઝોડું 15મી જૂને ગુજરાતના કાંઠેથી પસાર થઈ શકે છે.

વાવાઝોડાના આગમન પહેલા જ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. હાલની સ્થિતિ મુજબ તો આ વાવાઝોડું બિપરજોય જખૌના દરિયા કિનારે ટકરાવવાના સંકેતો મળી રહ્યા છે. શરૂઆત અને લેન્ડફોલ થતી વખતે વાવાઝોડું બિપરજોય સૌરાષ્ટર્ અને કચ્છને ધોધમાર વરસાદ અને ભારે પવન સાથે ધમરોળશે. સૌરાષ્ટ્ર અને કચ્છને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાતમાં પણ આંધી સાથે વરસાદ લાવે તેવા એંધાણ છે. 

હવામાન ખાતા દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ  ભારે વરસાદ પડશે. શુક્રવાર અને શનિવારે ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડે  તેવા સંકેત અપાયા છે. અમદાવાદ, ગાંધીનગર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગુરુવારથી ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં બુધવારે 85 કિમી સુધીનો પવન ફૂંકાઈ શકે છે. જ્યારે અન્ય વિસ્તારોમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ વાવાઝોડું જેમ જેમ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ  તેની  ભયાનકતા વધી રહી છે. 6 તારીખે અરબી સમુદ્રમાં સર્જાયેલું આ વાવાઝોડું 15મી જૂનના રોજ સાંજે એટલે કે 9 દિવસ બાદ ટકરાય તેવી શક્યતા છે. 

આગામી 4 દિવસોમાં કેવી રહેશે સ્થિતિ તે જાણો

14 તારીખ બુધવારે આ સ્થળોએ વરસાદની વકી
બુધવારે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર અને મોરબીમાં અતિભારે જ્યારે ભરૂટ, સુરત, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગિર સોમનાથમાં ભારે વરસાદ પડશે. આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડી શકે છે. પવન ફૂંકાવાની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, પંચમહાલ, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે અમદાવાદ,  ખેડા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અને અમરેલીમાં 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે. આ સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગિર સોમનાથ, અને કચ્છમાં 75થી 85 કિમી સુધીનો પવન ફૂંકાવવાની આગાહી કરાઈ છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 14, 2023

15 તારીખે ગુરુવાર
ગુરુવારે સાંજે વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના છે. કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને મોરબીમાં અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીમાં 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે. જૂનાગઢ, ગિર સોમનાથમાં 60થી 80 કિમીની ઝડપે જ્યારે રાજકોટ, પોરબંદરમાં 80થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

શુક્રવાર, 16 જુન
બનાસકાંઠા, પાટણ, કચ્છ, મહેસાણા અને સાબરકાંઠા અને મોરબીમાં અતિભારે વરસાદ પડશે જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદ તેમજ સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે પવન ફૂંકાવાની આગાહી પર નજર કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ૫૦ કિમી સુધી પવન ફૂંકાશે. કચ્છ, મોરબી, જામનગર, દેવભુમિ દ્વારકા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાઠામાં ૬૫ કિમી સુધીનો પવન ફૂંકાવાની આગાહી છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 13, 2023

શનિવાર, 17 જુન
બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદ આવશે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર અવલ્લી અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે. પવનની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદરમાં પ્રતિક્લાકે ૪૦થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. બનાસકાઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ૫૫થી ૬૫ કિમીની ઝડપે જ્યારે દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છમાં ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news