Burnt Tongue: ગરમ વસ્તુના કારણે જીભ બળી જાય તો આ કામ કરજો તુરંત, 5 મિનિટમાં નોર્મલ થઈ જશે જીભ

Burnt Tongue Remedies: જીભ દાઝી જવાની ઘટના ઘણા લોકો સાથે બનતી હોય છે ખાસ કરીને સવાર સવારમાં જ્યારે ચાની ચૂસ્કી લેતા જીભ દાઝી જાય તો આખો દિવસ તકલીફ સહન કરવી પડે છે. જ્યારે પણ ગરમ વસ્તુ ખાવા કે પીવાથી જીભ દાઝી જાય તો તમે આ ઘરગથ્થુ ઉપચાર કરીને તકલીફથી તુરંત રાહત મેળવી શકો છો.

Burnt Tongue: ગરમ વસ્તુના કારણે જીભ બળી જાય તો આ કામ કરજો તુરંત, 5 મિનિટમાં નોર્મલ થઈ જશે જીભ

Burnt Tongue Remedies: ઘણી વખત ઉતાવળમાં ગરમ વસ્તુ ખાવા કે પીવાથી જીભ દાઝી જાય છે. જો એકવાર જીભ દાઝી જાય તો કેટલાક દિવસ સુધી અન્ય કોઈ વસ્તુનો સ્વાદ બરાબર આવતો નથી અને તકલીફ પણ થાય છે. આવી સ્થિતિમાં કેટલાક સરળ ઘરેલુ ઉપચાર કરવાથી તુરંત રાહત મળે છે. જીભ દાઝી જવાની ઘટના ઘણા લોકો સાથે બનતી હોય છે ખાસ કરીને સવાર સવારમાં જ્યારે ચાની ચૂસ્કી લેતા જીભ દાઝી જાય તો આખો દિવસ તકલીફ સહન કરવી પડે છે. જ્યારે પણ ગરમ વસ્તુ ખાવા કે પીવાથી જીભ દાઝી જાય તો તમે આ ઘરગથ્થુ ઉપચાર કરીને તકલીફથી તુરંત રાહત મેળવી શકો છો.
 

જીભની બળતરા દુર કરવાના ઉપાય

આ પણ વાંચો:

બરફ ચૂસવો

જ્યારે પણ જીભ દાઝી જાય તો તુરંત જ બરફ ચૂસવો અથવા તો જીભ પર લગાડવો. આ સિવાય તમે આઈસ્ક્રીમ ખાઈને પણ બળતરાને શાંત કરી શકો છો. તેનાથી બળતરા થી તુરંત રાહત મળે છે.

ઠંડા પીણા

જો ગરમાગરમ વસ્તુ ખાવા કે પીવાથી જે જીભ દાઝી જાય તો તુરંત જ ઠંડું પાણી પી લેવું તેનાથી જીભની બળતરા શાંત થાય છે. આ સિવાય દિવસ દરમિયાન થોડી થોડી વારે ઠંડી વસ્તુનું સેવન કરતા રહેવું.

મીઠાનું પાણી

જો તમારી જીભ દાઝી જાય તો જીભ પરથી દાઝ્યાની અસર ઝડપથી દૂર થાય તે માટે દિવસ દરમ્યાન થોડી થોડી વારે મીઠાના પાણીથી મોઢું સાફ કરી લેવું. મીઠાના પાણીના કોગળા કરવાથી જીભ ઝડપથી નોર્મલ થઈ જશે.

ખાંડ અને મધ

દાઝેલી જીભની બળતરા અને તકલીફને દૂર કરવા માટે મધ અને ખાંડ પણ ઉપયોગી છે. તેના માટે મધમા ખાંડ ઉમેરીને જીભ ઉપર લગાડવાથી બળતરા શાંત થાય છે અને જીભ પણ ઝડપથી નોર્મલ થાય છે. 

દહીં

જો તમારી જીભ દાઝી ગઈ હોય અને તેના કારણે ખાવા પીવામાં તકલીફ થતી હોય તો ભોજન કરતી વખતે કે અન્ય કોઈ વસ્તુ ખાતી વખતે ઠંડુ દહીં ખાવાનું રાખો. દહીં ખાવાથી જીભમાં ઠંડક અનુભવાશે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news