Nutmeg: જાતિય જીવનની 5 ગંભીર સમસ્યાનનું સમાધાન છે જાયફળ, જાણો કઈ સમસ્યામાં કેવી રીતે કરવો ઉપયોગ

Nutmeg Benefits: જાયફળ એન્ટિક ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તેમાં રહેલા કેટલાક કમ્પાઉન્ડની મદદથી શરીરને ફ્રી રેડિકલ્સ ના પ્રભાવથી મુક્તિ મળે છે. જાયફળમાં એવા કમ્પાઉન્ડ પણ હોય છે જે સેક્સ્યુઅલ હેલ્થને બુસ્ટ કરે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે જાયફળ જાતીય જીવનની કઈ કઈ સમસ્યાઓમાં દવા જેવું કામ કરે છે. 

Nutmeg: જાતિય જીવનની 5 ગંભીર સમસ્યાનનું સમાધાન છે જાયફળ, જાણો કઈ સમસ્યામાં કેવી રીતે કરવો ઉપયોગ

Nutmeg Benefits: રસોડામાં વિવિધ વાનગીઓમાં ઉપયોગમાં આવતા જાયફળથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સમાધાન પણ મળી શકે છે. જાયફળમાં એવા એન્ટિક ઓક્સિડન્ટ હોય છે જે શરીરને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચાવે છે. આયુર્વેદિક દવાઓમાં પણ જાયફળનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ તો જાયફળ રીપ્રોડક્ટિવ હેલ્થને બુસ્ટ કરવામાં મદદ કરે છે. જાયફળનું સેવન કરવાથી કેટલીક સેક્સ પ્રોબ્લેમ પણ દૂર થઈ શકે છે. 

જાયફળ એન્ટિક ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તેમાં રહેલા કેટલાક કમ્પાઉન્ડની મદદથી શરીરને ફ્રી રેડિકલ્સ ના પ્રભાવથી મુક્તિ મળે છે. જાયફળમાં એવા કમ્પાઉન્ડ પણ હોય છે જે સેક્સ્યુઅલ હેલ્થને બુસ્ટ કરે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે જાયફળ જાતીય જીવનની કઈ કઈ સમસ્યાઓમાં દવા જેવું કામ કરે છે. 

સેક્સ ડ્રાઈવની કમી

જાયફળનું સેવન કરવાથી મહિલાઓમાં જોવા મળતી સેક્સ ડ્રાઈવની ખામીને દૂર કરવામાં મદદ મળે છે. એક રિસર્ચ અનુસાર જાયફળમાં રહેલા કેટલાક કમ્પાઉન્ડ નર્વસ સિસ્ટમને રિસ્ટીમ્યુલેટ કરે છે અને તેનાથી સેક્સ ડ્રાઈવમાં વધારો થાય છે. 

ઈરેકટાઇલ ડિસફંક્શન

જાયફળનું તેલ ઈરેકટાઇલ ડિસફંક્શનની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે. જાયફળ કામેચ્છા વધારનાર છે અને તેનાથી ઈરેકટાઇલ ડિસફંક્શનથી બચી શકાય છે. તેમાં રહેલા પોલિફેનોલ્સ સેક્સ હેલ્થને બુસ્ટ કરવામાં મદદ કરે છે.

ઊંઘની ગુણવત્તા સુધારે છે

એક રિસર્ચ અનુસાર જાયફળનું સેવન કરવાથી ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. તેમાં રહેલા કેટલાક તત્વો મસલ્સને આરામ આપે છે. સાથે જ તે શરીરમાં હેપી હોર્મોન્સને રિલીઝ કરે છે જેના કારણે ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થઈ જાય છે. જાયફળને દૂધમાં ઉમેરીને રાત્રે પી શકાય છે.

મૂડ બુસ્ટર

જાયફળ એક ઉત્તમ મૂડ બુસ્ટર છે. જાયફળનું સેવન કરવાથી શરીર તનાવ મુક્ત થાય છે. તેનું નિયમિત સેવન કરવાથી ફોકસ વધે છે અને શરીર એક્ટિવ રહે છે. જાયફળમાં એવા તત્વો હોય છે જે મેન્ટલ અને ઈમોશનલ હેલ્થને સુધારે છે.

પિરિયડ ક્રેમ્પ

જાયફળમાં એંટીસ્પાસ્મોડિક પ્રોપર્ટી હોય છે. જે મેન્સ્ટ્રુઅલ પેનથી બચાવે છે. જાયફળનો પાવડર ઉપરાંત તેનું તેલ પણ દુખાવો દૂર કરવામાં અસરકારક છે. જાયફળ નેચરલ પેન રીલીવર છે જે હોર્મોનલ ઈમ્બેલન્સમાં પણ ફાયદો કરે છે. માસિક દરમિયાન જાયફળનું સેવન કરવાથી દુખાવો, બ્લોટીંગ અને ઉલટીથી રાહત મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news