Health Tips: કિડની-લીવરને ડિટોક્સ કરે છે આ લીલા પાન, ઉપયોગ શરુ કર્યાના 15 દિવસમાં જ દેખાશે અસર

Health Tips: કિડની અને લીવરને તમે આજની અનિયમિત જીવનશૈલીમાં પણ સારી રીતે કામ કરતા રાખી શકો છો. તેના માટે તમારે ફક્ત ફુદીનાનો ઉપયોગ કરવાનો છે. ફુદીનાની મદદથી તમે લીવર અને કિડનીને ફિટ રાખી શકો છો. જો તમે 15 દિવસ પણ નિયમિત રીતે ફુદીનાનો આ રીતે ઉપયોગ કરો છો તો તેનાથી કિડની અને લીવર ડિટોક્સ થાય છે અને સ્વસ્થ પણ રહે છે. 

Health Tips: કિડની-લીવરને ડિટોક્સ કરે છે આ લીલા પાન, ઉપયોગ શરુ કર્યાના 15 દિવસમાં જ દેખાશે અસર

Health Tips: અનિયમિત અને સતત બદલતી જીવનશૈલીના કારણે લોકો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ બેદરકાર રહે છે. આ બેદરકારીના કારણે તેમના શરીરમાં અનેક રોગ ઘર કરી જાય છે. અનહેલ્ધી ખોરાક અને બેઠાડુ જીવનશૈલીના કારણે લીવર અને કિડનીને સૌથી પહેલા અસર થાય છે. જો શરીરના આ બે અંગ નબળા પડી જાય તો તેના કારણે વ્યક્તિનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.  

જો કે કિડની અને લીવરને તમે આજની અનિયમિત જીવનશૈલીમાં પણ સારી રીતે કામ કરતા રાખી શકો છો. તેના માટે તમારે ફક્ત ફુદીનાનો ઉપયોગ કરવાનો છે. ફુદીનાની મદદથી તમે લીવર અને કિડનીને ફિટ રાખી શકો છો. જો તમે 15 દિવસ પણ નિયમિત રીતે ફુદીનાનો આ રીતે ઉપયોગ કરો છો તો તેનાથી કિડની અને લીવર ડિટોક્સ થાય છે અને સ્વસ્થ પણ રહે છે. 

કેવી રીતે કિડની-લીવરને રાખવું સ્વસ્થ

આ પણ વાંચો:

સૌથી પહેલા તો લીવર કે કિડની સંબંધિત કોઈ સમસ્યા હોય તો સમય બગાડ્યા વિના જ તુરંત ડોક્ટરની સલાહ લેવી.  આ સિવાય જો તમને દારૂ કે બીડી-સિગારેટ જેવું કોઈ વ્યસન હોય તો તેનાથી મુક્તિ મેળવવાના પ્રયત્ન શરુ કરો. આ બે કામ કરી લેશો તો પણ તમને તમારા સ્વાસ્થ્યમાં ઘણા સુધારા જોવા મળશે.

ફુદીનાના ફાયદા

કિડની અને લીવરમાં કોઈ સમસ્યા થઈ રહી હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી તમે ફુદીનાનો આ ઘરેલું ઉપચાર કરી શકો છો. ફુદીનાના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ફુદીનામાં આવા ઘણા પોષક તત્વો હોય છે જે કિડનીના કાર્યને સુધારે છે. તેના સેવનથી શરીરની ઘણી બીમારીઓ દુર થાય છે.

કેવી રીતે કરવો ફુદીનાનો ઉપયોગ

કિડની અને લીવરના ઈલાજ માટે તમે ફુદીનાના પાનનું સેવન કરી શકો છો. તેના માટે ફુદીનાના કેટલાક તાજા પાન તોડી તેને ધોઈ અને પછી ખાલી પેટે ચાવીને તેનું સેવન કરવું. જો તમે ઈચ્છો તો તમે ફુદીનાના પાનમાંથી બનાવેલું જ્યુસ પણ પી શકો છો. તમે રોજના આહારમાં પણ ફુદીનાના તાજા પાનનો સમાવેશ કરી શકો છો. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news