Milk Side Effects: આ લોકોને 1 ચમચી દૂધ પણ કરે નુકસાન, જાણો દૂધ કોના માટે નુકસાનકારક
Milk Side Effects: દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દૂધને સંપૂર્ણ આહાર કહેવાય છે. નાના-મોટા સૌ કોઈ દૂધ પી શકે છે. પરંતુ કેટલાક લોકો માટે દૂધ હાનિકારક સાબિત થાય છે. આ લોકો 1 ચમચી દૂધ પણ પીવે તો તેમને પચતું નથી સ્વાસ્થ્ય સમસ્યા થવા લાગે છે.
Trending Photos
Milk Side Effects: દૂધ પૌષ્ટિક આહાર છે. બાળકનો જન્મ થાય ત્યારથી જ તેને દૂધ પીવડાવવામાં આવે છે. બાળકનો પહેલો આહાર જ દૂધ હોય છે. દૂધ કેલ્શિયમ, વિટામિન, પ્રોટીન સહિતના પોષક તત્વોથી ભરપૂર હોય છે. દૂધ પીવાથી હાડકા મજબૂત થાય છે અને શરીરને જરૂરી પોષણ પણ મળે છે જેના કારણે શારીરિક વિકાસ સારી રીતે થાય છે. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી કોઈ પણ વ્યક્તિ દૂધ પી શકે છે. પરંતુ આ દૂધ કેટલાક લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
ડોક્ટર દૂધ પીવાની સલાહ દરેક વ્યક્તિને આપે છે પરંતુ જે લોકોને લેક્ટોઝની સમસ્યા હોય તેમણે દૂધની એક ચમચી પણ ન પીવી. દૂધ લેક્ટોઝ યુક્ત હોય છે એટલા માટે જ દૂધનું સેવન જરૂરી છે. પરંતુ કેટલાક લોકોને લેક્ટોઝની એલર્જી હોય છે. આવા લોકો દૂધમાં રહેલું લેક્ટોઝ પચાવી શકતા નથી. તેના કારણે તેમને સ્વાસ્થ્ય સમસ્યા પણ થઈ શકે છે.
શું છે લેક્ટોઝ ઇન્ટોલરન્સ ?
લેક્ટોઝ ઇન્ટોલરન્સ એક પ્રકારની બીમારી છે. આ બીમારીમાં શરીર લેક્ટોઝનું પાચન કરી શકતું નથી. જે લોકોને આ સમસ્યા હોય તેમના શરીરના આંતરડા દૂધ કે દૂધથી બનેલી વસ્તુઓનો સંપર્કમાં આવતા જ પ્રભાવિત થઈ જાય છે. ત્યાર પછી આવા લોકોને સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. તેથી જે લોકોને આ સમસ્યા હોય તેમને દૂધ ન પીવાની સલાહ આપવામાં આવે છે. આવા લોકો દૂધ પીવે તો ગેસ, પેટ ફુલવું, પેટમાં સોજો વગેરે સમસ્યા થવા લાગે છે.
દૂધ પીવાથી થતા ફાયદા
સામાન્ય લોકો દૂધ પીવે તો તેમને શરીરમાં જરૂરી કેલ્શિયમ મળે છે. દિવસ દરમિયાન એક ગ્લાસ દૂધ પીવાથી દિવસ ભર માટે જરૂરી પોષણ મળે છે. દૂધ પીવાથી દાંત અને હાડકા મજબૂત થાય છે અને ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે. દૂધ પીવાથી સ્ટ્રેસ અને વજન બંને ઘટે છે.
દૂધની આડઅસર
દૂધ પીવાથી ઉપર જણાવેલા ફાયદા ચોક્કસથી થાય છે પરંતુ જે લોકોને લેક્ટોઝની સમસ્યા હોય તેમના માટે દૂધ નુકસાનકારક છે. આવા લોકો દૂધ પીવે તો તેમને પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે, શરીરમાં એલર્જી થાય છે, વજન વધવા લાગે છે. અને કેટલાક મામલામાં વ્યક્તિના હાડકાને નુકસાન થવા લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે