હિજબુલ્લાહનો ચીફ છે લેબનોનમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ, ઈઝરાયેલે કર્યો ટાર્ગેટ, જાણો હસન નસરલ્લાહ વિશે

ઈઝરાયેલે બેરુતમાં હિજબુલ્લાહના હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું છે અને આ હુમલામાં હિજબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહને ટાર્ગેટ કર્યો છે. પરંતુ હિજબુલ્લાહે નસરલ્લાહ જીવતો હોવાનો દાવો કર્યો છે. 

હિજબુલ્લાહનો ચીફ છે લેબનોનમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ, ઈઝરાયેલે કર્યો ટાર્ગેટ, જાણો હસન નસરલ્લાહ વિશે

ઈઝરાયેલે હિજબુલ્લાહ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. ઈઝરાયેલે બેરુતમાં હિજબુલ્લાહના હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું છે અને આ હુમલામાં હિજબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહને ટાર્ગેટ કર્યો પરંતુ હિજબુલ્લાહે નસરલ્લાહ જીવતો હોવાનો દાવો કર્યો છે. જો કે નસરલ્લાહને ટાર્ગેટ કરીને હિજબુલ્લાહના હેડક્વાર્ટર પર સૌથી મોટા હુમલા બાદ ઈઝરાયેલે હવે જવાબી હુમલાથી બચવાની પણ તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ લેબનોનથી ઈઝરાયેલ પર છોડવામાં આવેલા અનેક રોકેટોએ તબાહી મચાવી છે. પરંતુ શું તમે જાણો છો  કે હસન નસરલ્લાહ કોણ છે અને લેબનોનમાં તેની તાકાત કેટલી છે. 

કોણ છે હસન નસરલ્લાહ
હસન નસરલ્લાહનો જન્મ 31 ઓગસ્ટ 1960ના રોજ બેરુતના ઉત્તરી બુર્જ હમ્મુદ પરા વિસ્તારમાં થયો હતો. એક ગરીબ કરિયાણા વેપારીના પરિવારમાં જન્મેલા નસરલ્લાહના આઠ ભાઈ બહેનો હતા. વર્ષ 1992માં હિજબુલ્લાહનો ચીફ બન્યો હતો અન ેત્યારથી તે હિજબુલ્લાહનું નેતૃત્વ સમૂહના મહાસચિવ તરીકે કરી રહ્યો છે. વર્ષ 2014ના એક ઈન્ટરવ્યુમાં હસન નસરલ્લાહે બંકરમાં રહેવાની ના પાડી હતી પરંતુ નિયમિત રીતે સૂવાના સ્થાન બદલવાની વાત સ્વીકારી હતી. નસરલ્લાહે હિજબુલ્લાહ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા લેબનોની ન્યૂઝપેપર અલ અખબારને કહ્યું કે સુરક્ષા ઉપાયોનો હેતુ એ છે કે ગતિવિધિઓને ગુપ્ત રાખવામાં આવે. પંરતુ તેનાથી મને આમ તેમ ફરવાથી અને એ જોવાથી નહી રોકી શકાય કે શું થઈ રહ્યું છે. 

હાલના વર્ષોમાં હસન નસરલ્લાહને મળનારા અધિકારીઓ અને પત્રકારોએ કડક સુરક્ષા ઉપાયોનું વર્ણન કર્યું છે. નસરલ્લાહને મળનારાઓને એ ખબર પડી શકતી નથી કે તેમને ક્યાં લઈ જવાય છે. છેલ્લા બે દાયકામાં તેના મોટાભાગના ભાષણોને ગુપ્ત સ્થળથી રેકોર્ડ અને પ્રસારિત કરાય છે. 

64 વર્ષના હસન નસરલ્લાને લેબનોનનો સૌથી શક્તિશાળી વ્યક્તિ ગણવામાં આવે છે અને તે ઈઝરાયેલના સૌથી મોટા દુશ્મનોમાંથી એક છે. તે ફક્ત લેબનોન જ નહીં પરંતુ પશ્ચિમ એશિયાના પ્રભાવશાળી લોકોમાંથી એક ગણાય છે. હસન નસરલ્લાનો જન્મ એક ગરીબ શિયા પરિવારમાં થયો હતો અને બાળપણથી જ તેનો ધર્મ પ્રત્યે ઝૂકાવ હતો. હસને વર્ષ 1975માં શરૂ થયેલા લેબનોની ગૃહયુદ્ધને પ્રભાવિત કર્યું હતું. ઈઝરાયેલી કબજાનો વિરોધ કરવા માટે તે શિયા મિલિશિયા અમલમાં સામેલ થયો અને પછી હિજબુલ્લાહમાં આવ્યો. 

એવું કહેવાય છે કે નસરલ્લાહ એક પ્રતિભાશાળી જાહેર વક્તા છે. તે પરિણીત છે અને તેની પત્નીનું નામ ફાતિમા યાસીન છે. તેના ચાર બાળકો છે અને તેનો સૌથી મોટો પુત્ર હિજબુલ્લાહમાં હતો. જે સપ્ટેમ્બર 1997માં ઈઝરાયેલ દ્વારા ઘાત લગાવીને કરાયેલા હુમલામાં માર્યો ગયો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news