Limestone: એક ઝાટકે શરીરમાંથી બધી ગંદકી કાઢી નાખશે ચુનાનું પાણી, જાણો કેવી રીતે બનાવવું અને પીવું
Limestone: ચુનાનો સૌથી વધારે ઉપયોગ પાનમાં કરવામાં આવે છે. ખાવાનો ચુનો શરીરના ટોક્સિન્સને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. ચુનાનું પાણી પીવાથી ઘણા લાભ થાય છે. આજે તમને ચુનાના પાણીથી થતા લાભ વિશે જણાવીએ.
Trending Photos
Limestone: ચહેરાની ચમક વધારવી હોય, શરીરમાંથી ટોક્સિન દૂર કરવા હોય કે પછી વજન ઘટાડવું હોય.. આ બધા જ કામમાં તમને ચુનાનું પાણી મદદ કરી શકે છે. ચૂનાનું પાણી શરીરમાંથી ગંદકીને બહાર કાઢીને શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. ચુનાનું પાણી પીવાથી શરીરને થતા ફાયદા વિશે આજે તમને જણાવીએ. સાથે જ ચુનાનું પાણી તૈયાર કેવી રીતે કરવું તે પણ જણાવીએ. સૌથી પહેલા જાણીએ ચૂનો શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય છે.?
ચુનાનું પાણી બનાવવાની રીત
ચુનાનું પાણી બનાવવા માટે સૌથી પહેલા એક માટીના વાસણમાં થોડો ચૂનો લેવો. હવે તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરો અને આખી રાત તેને ઢાંકીને રાખી દો. સવારે આ મિશ્રણને બરાબર હલાવો અને પછી તેમાંથી એક ચમચી મિશ્રણ 1 ગ્લાસ પાણીમાં ઉમેરો. હવે આ એક ગ્લાસ પાણીમાં એક ચમચી મધ ઉમેરી તેનું સેવન કરો.
ચુનાનું પાણી પીવાથી થતા ફાયદા
- ચુનાનું પાણી પીવાથી શરીરને ગંદકી બહાર નીકળી જાય છે અને પેટ સાફ કરવામાં મદદ મળે છે. આ પાણી પીવાથી પાચન ક્રિયા સુધરે છે. આ પાણી થોડું એસિડિક હોય છે અને તે પાચનને સુધારવા માટે ઉપયોગી છે. તેમાં એવા તત્વો હોય છે જે બોડીને ડિટોક્ષ કરવામાં મદદ કરે છે.
- જો તમે વજન ઘટાડવા માંગો છો તો દહીંમાં ચૂનાનું પાણી મિક્સ કરીને તેનું સેવન કરો. દિવસ દરમિયાન એક ચમચી ચૂનાનું પાણી દહીં અથવા સાદા પાણી સાથે મિક્સ કરીને લેવું તેનાથી વધારે ચૂનાનું પાણી લેવું નહીં.
- વધારે પ્રમાણમાં ચૂનાનું પાણી પીવાથી નુકસાન થાય છે. જો ચુનાને પાણીમાં પલાળ્યા વિના જ તેનું સેવન કરવામાં આવે તો તેનાથી મોઢામાં ચાંદા પણ પડી શકે છે. તેથી દિવસ દરમિયાન માત્ર એક ચમચી ચૂનાનું પાણી પીવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે