Health Tips: ગોળ-ઘી છે સુપરફૂડ, શિયાળામાં રોજ નાસ્તામાં ખાવાથી શરીરને થશે આ 6 જબરદસ્ત ફાયદા
Health Tips: આમ તો શિયાળામાં સ્વાસ્થ્ય માટે સુપરફૂડ કહેવાય તેવી ઘણી વસ્તુઓ છે, પરંતુ તેમાં સૌથી બેસ્ટ છે ઘી અને ગોળ છે. દાદી-નાનીના સમયથી ઘરમાં ઘી-ગોળ ખાવાનું ચલણ જોવા મળે છે. ઘી અને ગોળ બંને નેચરલ ફૂડ છે જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. બંને વસ્તુને સાથે મિક્સ કરીને ખાવાથી શિયાળામાં શરીરને ઘણા ફાયદા થાય છે.
Trending Photos
Health Tips: શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ સમયે એવા લોકો માટે મુશ્કેલ હોય છે જેની ઇમ્યુનિટી નબળી હોય. નબળી ઇમ્યુનિટી ધરાવતા લોકો આ સમય દરમિયાન વારંવાર બીમાર પડી જાય છે. જોકે જે લોકોની ઇમ્યુનિટી નબળી હોય તેઓ શિયાળા દરમિયાન કેટલીક વસ્તુઓ ખાઈ-પીને પોતાની ઇમ્યુનિટી બુસ્ટ કરી શકે છે. આ વસ્તુઓનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સાથે જ શરીરને ગરમી પણ મળે છે. આમ તો શિયાળામાં સ્વાસ્થ્ય માટે સુપરફૂડ કહેવાય તેવી ઘણી વસ્તુઓ છે, પરંતુ તેમાં સૌથી બેસ્ટ છે ઘી અને ગોળ છે.
દાદી-નાનીના સમયથી ઘરમાં ઘી-ગોળ ખાવાનું ચલણ જોવા મળે છે. ઘી અને ગોળ બંને નેચરલ ફૂડ છે જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. ઘીમાં હેલ્ધી ફેટ, વિટામીન એ, વિટામિન ડી અને ખનીજ હોય છે. ગોળમાં પણ કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ અને ખનીજ હોય છે. બંને વસ્તુને સાથે મિક્સ કરીને ખાવાથી શિયાળામાં શરીરને ઘણા ફાયદા થાય છે.
પાચન સુધરે છે
ઘીમાં લેક્સિટીવ ગુણ હોય છે જે પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે. ગોળમાં ફાઇબર હોય છે જે પણ પ્રાચન ક્રિયા સુધારે છે. ઘી અને ગોળનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
રોગપ્રતિકારક શક્તિ વધે છે
એન્ટી ઓક્સિડન્ટ ગુણ ધરાવતાં ગોળ અને ઘી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદ કરે છે. ગોળમાં આયરન હોય છે જે શરીરમાં રક્તની ઉણપને દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. શિયાળામાં ગોળ ઘી ખાવાથી શરદી-ઉધરસ સહિતના સંક્રમણથી બચાવ થાય છે.
એનર્જી મળે છે
ઘીમાં કેલેરી ઓછી હોય છે સાથે જ તે શરીરમાં એનર્જી લેવલને વધારવામાં મદદ કરે છે. ગોળમાં કાર્બોહાઈડ્રેટની માત્રા પણ સારી એવી હોય છે જે શરીરને ઊર્જા આપે છે. શિયાળામાં ગોળ-ઘી ખાવાથી શરીરમાં થાક અને નબળાઈ લાગતા નથી.
સ્કીન રહે છે હેલ્ધી
ઘીમાં વિટામિન એ અને વિટામિન ઈ હોય છે જે ત્વચાના સ્વાસ્થ્ય માટે આવશ્યક હોય છે ગોળ અને ઘીનું સેવન કરવાથી ત્વચાને ફ્રી રેડીકલ્સથી થતા નુકસાનથી બચાવ થાય છે. ગોળ અને ઘીનું સેવન કરવાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે.
સાંધાના દુખાવાથી રાહત મળે છે
ઘીમાં કેલ્શિયમ અને વિટામિન ડી હોય છે જે હાડકને મજબૂત કરે છે અને સાંધાના દુખાવાથી રાહત આપે છે. શિયાળામાં નિયમિત ગોળ-ઘી ખાવાથી સાંધાના દુખાવાથી રાહત મળી શકે છે સાથે જ તે સોજાને પણ દૂર કરવામાં મદદ કરે છે
ગોળ-ઘી ખાવાનો સમય
શિયાળામાં ગોળ અને ઘી ખાવાનો બેસ્ટ સમય સવારનો નાસ્તો છે. સવારના નાસ્તા સાથે તમે ગોળ ઘી ખાઈ શકો છો. તમે દૂધમાં ગોળ-ઘી ઉમેરીને પણ પી શકો છો. આ સિવાય ગોળ અને ઘીને તમે નાસ્તાની સાથે ડાયરેક્ટ પણ ખાઈ શકો છો. આ સમયે ગોળ-ઘી ખાવાથી સૌથી વધુ લાભ થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે