Ekadashi Vrat: 3 પ્રકારે કરવામાં આવે છે એકાદશીનું વ્રત, જાણો દરેક પ્રકારનું વ્રત કરવાના નિયમ અને ફળ વિશે

Ekadashi Vrat: એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની હોય છે. જે વ્યક્તિ એકાદશીનું વ્રત સંપૂર્ણ વિધિ વિધાનથી કરે છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. તેના ઘરમાં ધન ધાન્યની કોઈ ખામી રહેતી નથી.

Ekadashi Vrat: 3 પ્રકારે કરવામાં આવે છે એકાદશીનું વ્રત, જાણો દરેક પ્રકારનું વ્રત કરવાના નિયમ અને ફળ વિશે

Ekadashi Vrat: હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. દર વર્ષમાં 24 એકાદશી આવે છે. જે વર્ષે અધિકમાસ આવે છે તેમાં 26 એકાદશી હોય છે કારણ કે દરેક માસમાં બે એકાદશી આવે છે. એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની હોય છે. જે વ્યક્તિ એકાદશીનું વ્રત સંપૂર્ણ વિધિ વિધાનથી કરે છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. તેના ઘરમાં ધન ધાન્યની કોઈ ખામી રહેતી નથી. એકાદશીનું વ્રત પણ અલગ અલગ પ્રકારે રાખવામાં આવે છે. આજે તમને જણાવીએ કે એકાદશીનું વ્રત કેટલા પ્રકારે રાખી શકાય અને વ્રત કરવાના નિયમ શું છે.

જલાહારી વ્રત

શાસ્ત્રો અનુસાર જલાહારી દરમિયાન વ્યક્તિ માત્ર પાણી પીને એકાદશીનું વ્રત કરે છે. તેમાં ભગવાનની પૂજા કરીને જલાહારી વ્રત કરવાનો સંકલ્પ કરવાનો હોય છે અને ત્યાર પછી આખો દિવસ માત્ર પાણી પીને એકાદશીનું વ્રત કરવાનું હોય છે. 

ક્ષીરભોજી એકાદશી

ક્ષીરભોજી એકાદશીનું વ્રત દૂધ અથવા દૂધથી બનેલી વસ્તુઓનું સેવન કરીને કરવામાં આવે છે. આ વ્રત દરમિયાન દૂધ કે દૂધમાંથી બનેલી વસ્તુઓનું જ સેવન કરી શકાય છે.

ફળાહારી એકાદશી

એકાદશી દરમિયાન વ્યક્તિ ફળનું સેવન કરીને વ્રત કરે છે. આ વ્રત દરમિયાન કોઈપણ ફળ ખાઈ શકાય છે પરંતુ અનાજ ખાવા વર્જિત હોય છે. 

નક્તભોજી એકાદશી

નખ્તભોજી એકાદશીનો અર્થ થાય છે કે સૂર્યાસ્ત પહેલા કોઈપણ એક સમય ભોજન કરી શકાય છે. એટલે કે એકાદશીના દિવસે એક સમયે ભોજન કરીને વ્રત કરવાનું હોય છે. વ્રત દરમિયાન ફરાળી વસ્તુઓનું સેવન કરી શકાય છે પરંતુ ચોખા, ઘઉં કે દાળનો ઉપયોગ કરી શકાતો નથી.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news