Cardiac Arrest: આ 3 સ્થિતિમાં બાળકોને પણ આવી શકે છે હાર્ટ એટેક, જાણો કારણ અને બચવાના ઉપાય

Cardiac Arrest: હાર્ટ એટેકથી નાના બાળકોના મોત થયાની પણ ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી વધી રહી છે. એવી કેટલીક સ્થિતિ છે જેમાં નાના બાળકનું પણ હાર્ટ એટેક થી મોત થઈ શકે છે. તો ચાલો તમને આજે જણાવીએ એવી સમસ્યાઓ વિશે જે બાળકોમાં હાર્ટ એટેકનું કારણ બને છે.

Cardiac Arrest: આ 3 સ્થિતિમાં બાળકોને પણ આવી શકે છે હાર્ટ એટેક, જાણો કારણ અને બચવાના ઉપાય

Cardiac Arrest: કોરોના મહામારી પછી લોકોમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. ચિંતા કરાવે તેવી વાત એ છે કે હાર્ટ એટેક થી મોટી ઉંમરના લોકોને પરંતુ નાની ઉંમરના લોકોનું પણ મૃત્યુ થવા લાગ્યું છે. હાર્ટ એટેક નું જોખમ ત્યારે વધી જાય છે જ્યારે હૃદય બ્લડ સપ્લાય કરતું બંધ થઈ જાય. આવી સ્થિતિમાં વ્યક્તિનું તુરંત મોત થઈ જાય છે. હાર્ટ એટેકથી નાના બાળકોના મોત થયાની પણ ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી વધી રહી છે. એવી કેટલીક સ્થિતિ છે જેમાં નાના બાળકનું પણ હાર્ટ એટેક થી મોત થઈ શકે છે. તો ચાલો તમને આજે જણાવીએ એવી સમસ્યાઓ વિશે જે બાળકોમાં હાર્ટ એટેકનું કારણ બને છે.

બાળકોમાં હાર્ટ એટેકના કારણો

આ પણ વાંચો:

બાળકને ઇજા થવી

ઘણી વખત બાળકોને અચાનક છાતીમાં ઈજા થઈ જાય છે. આવું ઘણી વખત રમત રમતી વખતે પણ થાય છે. જો ઈજા ગંભીર હોય તો બ્લડ સપ્લાય અટકી જાય છે. આવી સ્થિતિમાં બાળકને હાર્ટ એટેક આવી શકે છે.

હૃદય પર પ્રેશર

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર જો નવજાત શિશુને જન્મથી જ નિમોનિયા જેવી બીમારી હોય તો તેના માતા પિતાએ સજાગ રહેવું જોઈએ. જન્મથી આવી બીમારીમાં બાળકને અચાનક ઇન્ફેક્શન વધી પણ શકે છે અને હૃદય પર પ્રેશર આવી શકે છે જે કાર્ડિયાક અરેસ્ટરનું કારણ બની શકે છે.

જન્મજાત બીમારી

ઘણા બાળકો નો જન્મ થાય ત્યારે જ તેમને હાર્ટ સંબંધિત કેટલીક સમસ્યાઓ હોય છે. તો કેટલાક બાળકોને શ્વાસ સંબંધિત સમસ્યા હોય છે. જે બાળકો જન્મથી જ આવી સમસ્યાઓ સાથે જન્મેલા હોય છે તેમનું હૃદય યોગ્ય રીતે બ્લડ સપ્લાય કરી શકતું નથી અને જે હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે.

આ પણ વાંચો:

હાર્ટ એટેકથી બચવા શું કરવું ? 

જો બાળકને ક્યારેય પણ શ્વાસ લેવામાં સમસ્યા જણાય તો સૌથી પહેલા તેને જમીન ઉપર સીધા સુવડાવી અને હથેળી વડે તેની છાતી પર સીપીઆર આપો. સાથે જ એમ્બ્યુલન્સ ને કોલ કરીને બાળકને જલ્દી હોસ્પિટલ પહોંચાડો. સાથે જ બાળક સાથે સતત વાતચીત કરતા રહો. કોઈપણ પ્રકારનો સમય વેડફિયા વિના બાળકને તુરંત જ સારવાર અપાવો તેનાથી તેનો જીવ બચી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news