Heart Friendly food: 8 અઠવાડિયા સુધી કરો આ પ્રકારનું ભોજન, હૃદય રોગનું દુર થઈ જશે જોખમ
Heart friendly food: આજની આધુનિક લાઇફ સ્ટાઇલમાં ખાવા પીવાની આદતોના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ પ્રભાવ પડતો જોવા મળે છે. જેના કારણે લોકોને નાની ઉંમરમાં ડાયાબિટીસ અને હાર્ટ સંબંધિત બીમારીઓ થવા લાગે છે. તેમાં પણ નાની ઉંમરમાં હાર્ટ એટેકના કેસમાં ભયંકર રીતે વધારો થઈ રહ્યો છે.
Trending Photos
Heart friendly food: આજની આધુનિક લાઇફ સ્ટાઇલમાં ખાવા પીવાની આદતોના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ પ્રભાવ પડતો જોવા મળે છે. જેના કારણે લોકોને નાની ઉંમરમાં ડાયાબિટીસ અને હાર્ટ સંબંધિત બીમારીઓ થવા લાગે છે. તેમાં પણ નાની ઉંમરમાં હાર્ટ એટેકના કેસમાં ભયંકર રીતે વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં જો તમને તમારા સ્વાસ્થ્યની ચિંતા હોય તો શાકાહારી ભોજન કરવાની શરૂઆત તુરંત જ કરી દેવી. આ વાત રિસર્ચમાં પણ સાબિત થઈ છે કે શાકાહારી ભોજન કરવાથી હાર્ટની હેલ્થ સારી રહે છે.
એક રિસર્ચમાં સામે આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ 8 અઠવાડિયા સુધી શાકાહારી ભોજન કરે તો હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે. આ સંશોધનમાં 22 ટ્વિન્સ બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંશોધનમાં સામે આવ્યું કે શાકાહારી આહાર કરતાં બાળકોની સરખામણીમાં માંસાહારી આહાર કરતાં બાળકોમાં કોલેસ્ટ્રોલનું સ્તર, ઇન્સ્યુલિનની માત્રા અને સ્થૂળતાનું પ્રમાણ વધુ જોવા મળ્યું. શાકાહારી ભોજન જેમણે કર્યું તેમના રક્તમાં પોષક તત્વોની માત્રા પણ વધારે જોવા મળી હતી.
શાકાહારી ભોજનથી થતા ફાયદા
- શાકાહારી ભોજનમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે જે પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
- શાકાહારી ભોજનમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ ઓછું હોય છે તેથી હાર્ટની બીમારી થવાનું જોખમ પણ ઘટી જાય છે.
- શાકાહારી ભોજનમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ વધારે હોય છે જે શરીરના સ્વાસ્થ્યને સુધારે છે.
ડાયાબિટીસ રોકવામાં અસરકારક
સંશોધન અનુસાર શાકાહારી ભોજન કરતા લોકોમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ લગભગ 20 ટકાથી ઓછું જોવા મળ્યું. જે લોકોમાં હાઈ ઇન્સ્યુલિન હોય છે તેમને ડાયાબિટીસ વધવાનું રિસ્ક પણ વધી જાય છે.
એજિંગ ઇફેક્ટને કરે છે ઓછી
શાકાહારી ભોજન શરીરમાં એવા ડીએનએનો વિકાસ અટકાવે છે જે ઉંમરને નિર્ધારિત કરે છે. એટલે કે શરીર અને ત્વચા પર દેખાતી એજિંગની અસરોને શાકાહારી ભોજનથી ધીમી કરી શકાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે