Health Tips: ગરમીથી બચવા માટે શું કરવું અને શું ન કરવું? વાંચી લેજો

Health Tips: જો તમારે ઉનાળામાં પણ સ્વસ્થ રહેવું હોય તો જાણો શું કરવું અને શું ન કરવું. આ ઉપાય તમને માથાનો દુખાવો અને ગરમીના કારણે થતી નબળાઈ સહિત અનેક બીમારીઓથી બચાવશે. તમારે ફક્ત ઠંડા અને ગરમ પીણા ખાતા સમયે સાવચેતી રાખવાની જરૂર છે, તો જ તમે ઉનાળાની મજા માણી શકશો.

Health Tips: ગરમીથી બચવા માટે શું કરવું અને શું ન કરવું? વાંચી લેજો

Health Tips: જો તમારે ઉનાળામાં પણ સ્વસ્થ રહેવું હોય તો જાણો શું કરવું અને શું ન કરવું. આ ઉપાય તમને માથાનો દુખાવો અને ગરમીના કારણે થતી નબળાઈ સહિત અનેક બીમારીઓથી બચાવશે. તમારે ફક્ત ઠંડા અને ગરમ પીણા ખાતા સમયે સાવચેતી રાખવાની જરૂર છે, તો જ તમે ઉનાળાની મજા માણી શકશો.

ગરમીથી રાહત મેળવવા આટલું કરો?
- ગરમીના કારણે જેમને માથાનો દુખાવો અને નબળાઈ રહેતી હોય તેમણે સૂકા ધાણાને પાણીમાં પલાળીને કપાળ પર ઘસવાથી માથાનો દુખાવો અને નબળાઈ દૂર થશે. 
- નાકમાંથી લોહી પડતું હોય તો લીલા ધાણાના રસના બે ટીપાં અથવા તાજા મુલાયમ દાભ (દુર્વા) નાકમાં નાખવાથી રક્તસ્રાવ બંધ થઈ જશે. 
- સત્તુમાં ઠંડુ પાણી, ખાંડ અને થોડું ઘી મિક્સ કરીને પીઓ. આ એક ખૂબ જ પુષ્ટિત્મક પ્રયોગ છે. 
- ખોરાક પર કાપ મૂકવો. 
- ભોજન વચ્ચે 25-35 મિનિટનો સમય લો. 
- આમળાનો રસ પીવો. 
- આમળાનો રસ, 10 ગ્રામ મધ, 5 ગ્રામ ઘી - આ બધાને ભેળવીને પીવાથી શક્તિ, બુદ્ધિ, જીવનશક્તિ અને આયુષ્ય વધે છે. 
- મોઢામાં છાલા પડી ગયા હોય તો ત્રિફળાનું ચૂર્ણ પાણીમાં નાખી કોગળા કરો અને સાકર ચૂસી લો. જેનાથી પડેલા છાલા શાંત થઈ જશે.

ઉનાળામાં શું ન કરવું?
- વધુ પડતો શ્રમ, વધુ પડતો વ્યાયામ, વધુ પડતું રાત્રિ જાગરણ, અતિશય આહાર અને ભારે ખોરાક ટાળો. 
- ખાવામાં લાલ મરચાં અને ગરમ મસાલાનો ઉપયોગ ન કરો.
- ઉનાળામાં ભૂલથી પણ દહી ન ખાવું જોઈએ. જેના કારણે શિરા અને જ્ઞાનતંતુઓમાં અવરોધ ઊભો થાય છે અને અનેક રોગો થાય છે. 
- જો તમારે દહીં ખાવું હોય તો તેને સીધું ન ખાવું, પહેલા તેમાંથી માખણ કાઢીને લસ્સી અથવા છાશ બનાવો. ધ્યાન રાખો, દહીં ખાટું ન હોવું જોઈએ. 
- બજારના સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ટાળો. 
- ફ્રીજનું પાણી ન પીવું. 
- તડકામાં આવ્યા પછી તરત જ પાણી ન પીવું.

આ પણ વાંચો:
ગોઝારો રવિવાર! વડોદરા-કચ્છમાં બનેલી બે મોટી ઘટનામાં 6ના મોત, સાંભળીને હૃદય ચીરાઈ જશે
સનરાઇઝર્સ હૈદરાબાદે મેળવી સીઝનની પ્રથમ જીત, ત્રિપાઠીની શાનદાર અડધી સદી
હાશ સારું થયું, કોરોના 'બેસી ગયો'! જાણો ગુજરાતમાં આજે કેટલા પોઝિટીવ કેસ નોંધાયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news