'ગેંગ લીડર' બનીને Rhea Chakraborty એ ટીવી પર કર્યું કમબેક, કહ્યું- તમને શું લાગ્યું હું પાછી નહીં આવું...

Rhea Chakraborty Comeback With Roadies Season 19: અભિનેત્રી રિયા ચક્રવર્તી નાના પડદા પર કેમબેક કરવા માટે એકમદ તૈયાર છે. તે રોડીઝ 19માં ગેંગ લીડર જોવા મળશે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. 

'ગેંગ લીડર' બનીને Rhea Chakraborty એ ટીવી પર કર્યું કમબેક, કહ્યું- તમને શું લાગ્યું હું પાછી નહીં આવું...

નવી દિલ્હીઃ Rhea Chakraborty Comeback With Roadies Season 19: વીજે તરીકે પોતાના કરિયરની શરૂઆત કરનાર રિયા ચક્રવર્તી ઘણા સમયથી ટીવીથી દૂર હતી, પરંતુ હવે તેના ફેન્સ માટે એક સારા સમાચાર છે. રિયા જલદી નાના પડવા પર વાપસી કરશે અને તે પણ ગેંગ લીડર બનીને. રિયા એમટીવી શો રોડીઝની 19મી સીઝનમાં (Roadies Season 19) ગેંગ લીડર તરીકે જોવા મળશે. તેનો પ્રોમો પણ સામે આવ્યો છે. 

રોડીઝ 19થી રિયાની ટીવીમાં વાપસી
રિયા ચક્રવર્તીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર રોડીઝ 19નો લેટેસ્ટ પ્રોમો શેર કર્યો છે. 'રોડીઝ કર્મ કે કાંડ'ના પ્રોમોમાં રિયાને ઓલ બ્લેક લુકમાં જોઈ શકાય છે. વીડિયોમાં તેણે કહ્યું, 'તમને શું લાગ્યું હું પરત નહીં ફરૂ, ડરી જઈશ... ડરવાનો વારો હવે બીજાનો છે. મળીએ ઓડિશન પર.' રિયા પ્રિન્સ નરૂલા (Prince Narula) અને ગૌતમ ગુલાટી (Gautam Gulati)ની સાથે ગેંગ લીડરના રૂપમાં ધમાલ મચાવશે.   

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MTV Roadies (@mtvroadies)

રોડીઝ પર શું બોલી રિયા?
રિયા ચક્રવર્તીએ  IANS સાથે વાતચીતમાં રોડીઝનો ભાગ બનીને પોતાની આતૂરતા જાહેર કરી છે. અભિનેત્રીએ કહ્યું, 'હું રોડીઝ-કર્મ કે કાંડનો ભાગ બનીને એક્સાઇટેડ છું. સોનૂ સૂદ અને બાકી ગેંગ લીડર્સની સાથે કામ કરવા માટે એક્સાઇટિંગ જર્જીમાં હું મારી ફિયરલેસ સાઇટને દેખાડીશ. મને આશા છે કે આ નવા એડવેન્ચરમાં ફેન્સનો સપોર્ટ અને પ્રેમ મળશે.' આ વખતે શોમાં સોનૂ સૂદ પણ જોવા મળશે. 

રિયા ચક્રવર્તીની ફિલ્મો
રિયા ચક્રવર્તીએ મેરે ડૈડ કી મારૂતી, સોનાલી કેબલ, દોબારા, હાફ ગર્લફ્રેન્ડ, બેન્ક ચોર, ચેહરે અને જલેબી જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. રિયાને ફેમ જલેબી ફિલ્મથી મળી. આ ફિલ્મ ખુબ પસંદ કરવામાં આવી હતી. 

રિયા ચક્રવર્તીના વિવાદ
વર્ષ 2020માં સુશાંત સિંહ રાજપૂતના આપઘાત બાદ રિયા ચક્રવર્તી પર ઘણા આરોપ લાગ્યા હતા. તેના પર કેસ ચાલ્યો અને તેણે થોડા દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. આ સિવાય તેણે ખુબ ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news