શું તમને પણ મોબાઈલ જોતાં જોતાં જમવાની ટેવ છે? તો તૈયાર રહેજો આ બીમારીઓ માટે
Health Issue Caused By phone:બાળકોને તો એવી આદત પડી જાય છે કે ફોન શરૂ થાય તો જમે. બાળકોને જમાડવા માટે માતા પિતાને આદત સારી લાગતી હશે પરંતુ હકીકતમાં આ રીતે ભોજન કરવાથી શરીર રોગનું ઘર બની જાય છે. જો તમારું બાળક પણ જમવા માટે ફોન જોવાની જીદ કરે છે અને તમે આ જીતને પૂરી કરો છો તો સમજી લેજો કે તમે તેના સ્વાસ્થ્ય ને જોખમમાં મૂકી રહ્યા છો.
Trending Photos
Health Issue Caused By phone: એક સમય હતો જ્યારે ફોન એકબીજા સાથે સંપર્ક કરવાનું માધ્યમ હતો. પરંતુ સ્માર્ટફોનના ઉપયોગની સાથે તેની જરૂરિયાત પણ એટલી વધી ગઈ છે કે લોકોને ફોન વિના એક મિનિટ પણ ચાલતું નથી. સ્થિતિ હવે ત્યાં સુધી છે કે લોકો જમતી વખતે પણ ફોનને મુકતા નથી. ભોજન કરતી વખતે પણ લોકો ફોન હાથમાં રાખે છે. ફોનમાં અલગ અલગ વસ્તુ જોતા જોતા લોકો જમી લેતા હોય છે.
ખાસ કરીને બાળકોને તો એવી આદત પડી જાય છે કે ફોન શરૂ થાય તો જમે. બાળકોને જમાડવા માટે માતા પિતાને આદત સારી લાગતી હશે પરંતુ હકીકતમાં આ રીતે ભોજન કરવાથી શરીર રોગનું ઘર બની જાય છે. જો તમારું બાળક પણ જમવા માટે ફોન જોવાની જીદ કરે છે અને તમે આ જીતને પૂરી કરો છો તો સમજી લેજો કે તમે તેના સ્વાસ્થ્ય ને જોખમમાં મૂકી રહ્યા છો. ભોજન કરતી વખતે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી ત્રણ ખતરનાક બીમારીઓને ખુલ્લું આમંત્રણ મળે છે.
ભોજન કરતી વખતે ફોન જોવાથી આ બીમારીઓનું વધે છે જોખમ
આ પણ વાંચો:
ડાયાબિટીસ
જે લોકો ભોજન કરતી વખતે મોબાઇલ કે ટીવી જોતા રહે છે તેમને ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. કોઈપણ વસ્તુ જોતી વખતે આપણે ભોજન બરાબર ચાવીને ખાતા નથી. જેના કારણે વજન પણ વધવા લાગે છે અને મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે પરિણામે ડાયાબિટીસ થવાનું જોખમ અનેક ઘણું વધી જાય છે
સ્થૂળતા
જમતી વખતે ધ્યાન જ્યારે ફોનમાં હોય છે ત્યારે તમે ભૂખ લાગી હોય તેના કરતાં પણ વધારે જમી લો છો. જેના કારણે તમે દિવસમાં ઘણી વખત ઓવર ઈટિંગ. વારંવાર વધારે ખાવાથી સ્થૂળતાની સમસ્યા વધી જાય છે
પાચનતંત્ર પડે છે નબળું
જો તમે ભોજન કરતી વખતે ફોનમાં ધ્યાન રાખો છો તો તમારું ફોકસ ફોનમાં જ વધારે હોય છે જેના કારણે તમે ભોજન બરાબર ચાવીને પણ ખાતા નથી અને ગળે ઉતારી જાઓ છો. આ રીતે ભોજન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે અને પેટમાં દુખાવો તેમ જ કબજિયાત જેવી તકલીફ થઈ જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે