ધીરે ધીરે રોજ તમારા પેટમાં જમા થાય છે ઝેર! થઈ શકે છે પેટનું કેન્સર, શરૂઆતમાં દેખાય છે આવા લક્ષણો
Stomach Cancer: ઘણાં લોકોને દિવસભર ખા-ખા કરવાની ટેવ હોય છે. જેને કારણે તેમનું પાચન તંત્ર નબળું પડી જાય છે. તેમના પેટમાં સતત વાંસી ખોરાક પડી રહે છે. જે ધીરે ધીરે તમને જીવલેણ બીમારી તરફ દોરી જાય છે. જાણી લેજો કેન્સરના પ્રારંભિક લક્ષણો...આ વસ્તુ હોઈ શકે છે પેટના કેન્સરનો સૌથી મોટો સંકેત, તરત જ તપાસ કરાવો નહીંતર....
Trending Photos
Symptoms of Stomach Cancer: ખરાબ જીવનશૈલી અને ખાવા-પીવાની આદતોને કારણે પેટ ખરાબ થવું એ સામાન્ય સમસ્યા બની રહી છે. પરંતુ જો આ સમસ્યા રૂટીન બની જાય તો સાવધાન થઈ જવું જોઈએ. સતત અસ્વસ્થ પેટ પણ પેટના કેન્સરની નિશાની હોઈ શકે છે.
કેમ સતત વધી રહ્યા છે પેટના કેન્સરના કેસ?
દૂષિત ખોરાક અને પાણી, શારીરિક કસરતનો અભાવ અને ખરાબ જીવનશૈલીના કારણે દેશમાં કેન્સરના કેસ સતત વધી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, હાલમાં દેશમાં 15 લાખ કેન્સરના દર્દીઓ છે જેઓ સારવાર હેઠળ છે. એવા લાખો લોકો છે જેમને હજુ સુધી આ રોગનું નિદાન થયું નથી. બહારનું ખાનપાન ખાસ કરીને જંકફૂડ ખાવાને લીધે વધ્યો છે પેટના કેન્સરનો ખતરો...
પેટના કેન્સરના પ્રારંભિક લક્ષણો શું છે?
પેટના કેન્સરને ઘણીવાર ગેસ્ટ્રિક કેન્સર પણ કહેવામાં આવે છે. જેમ તમે નામ પરથી જ સમજો છો કે આ કેન્સર પેટ સાથે સંબંધિત છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમારું પેટ વારંવાર ખરાબ થતું હોય, તેમાં દુખાવો હોય કે સોજો આવે તો સાવધાન થઈ જાવ. આ પેટના કેન્સરનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે.
જો તમને આ ચિહ્નો દેખાય તો થઈ જાવ સાવધાન-
જો કોઈને ખોરાક ગળવામાં તકલીફ થતી હોય, જમ્યા પછી વારંવાર થાય પેટ ફૂલી જવાની સમસ્યા, થોડુંક ખાધા પછી પેટ ભરેલું લાગતું હોય, પેટમાં બળતરા, ભૂખ ન લાગે, ઉલટી થવી, ઉબકા આવવા, થાક લાગવો, અચાનક વજન ઘટવું કે કાળો મળ દેખાય થઈ જાઓ સાવધાન, આ હોઈ શકે છે કેન્સરના લક્ષણો....
પુરુષોમાં પેટના કેન્સરનો ખતરો-
સિંગાપોરના એક અહેવાલ મુજબ, પેટ અથવા ગેસ્ટ્રિક કેન્સર પુરુષોમાં 7મું સૌથી સામાન્ય કેન્સર છે. બીજી તરફ પેટનું કેન્સર એ સ્ત્રીઓમાં 9મું સૌથી સામાન્ય કેન્સર છે. દર વર્ષે વિશ્વમાં લગભગ 8-10 હજાર લોકો આ કેન્સરથી મૃત્યુ પામે છે. ડોક્ટરોના મતે, આ કેન્સરના પ્રારંભિક તબક્કામાં ઘણી વખત લક્ષણો દેખાતા નથી, આવી સ્થિતિમાં કેન્સરને ઓળખવું ખૂબ મુશ્કેલ બની જાય છે.
પેટના કેન્સરને કેવી રીતે અટકાવવું?
ડોકટરોના જણાવ્યા અનુસાર, પેટના કેન્સરથી બચવા માટે હજુ સુધી કોઈ સ્પષ્ટ ઉપાય શોધી શકાયો નથી, પરંતુ કેટલીક પદ્ધતિઓ છે જેને અપનાવીને તેનું જોખમ ઓછું કરી શકાય છે. આમાં મોટી માત્રામાં ફળો, શાકભાજી અને આખા અનાજનો સમાવેશ થાય છે. આ સાથે પેક્ડ ફૂડ, વધુ પડતું તીખું અને મસાલેદાર ખાવાનું ટાળવું પણ ફાયદાકારક છે.
ખેલકૂદ ચાલુ રાખશો તો જીવી શકશો-
આરોગ્ય નિષ્ણાતોના મતે પેટના કેન્સર સહિત અનેક રોગોનું મુખ્ય કારણ એ છે કે આપણે રમતગમતમાં ભાગ લેવાનું બંધ કરી દીધું છે. તેથી, જો તમારે કેન્સરથી બચવું હોય તો રમતગમત સાથે કાયમી મિત્રતા કરો. દરરોજ 20 મિનિટ ઝડપથી ચાલવાની ટેવ પાડો. ધૂમ્રપાન અને દારૂ પીવાનું બંધ કરો અને કોઈપણ પ્રકારના તણાવને તમારા પર હાવી થવા દો નહીં.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી. કોઈપણ રોગ અંગેના નિદાન અને સારવાર માટે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે