Credit Card: ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે મોટી ખબર! આ નિયમ નહીં જાણતા હોવ તો કપાશે પૈસા
Credit Card: સપ્ટેમ્બર મહિનો શરૂ થયો છે. આ મહિનાની શરૂઆત સાથે, ક્રેડિટ કાર્ડ સંબંધિત કેટલાક નિયમો બદલાયા છે. જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારા માટે તેમના વિશે જાણવું મહત્વપૂર્ણ છે, કારણ કે તેનો સીધો સંબંધ તમારા ખિસ્સા સાથે છે.
Trending Photos
Credit Card: શું તમે પણ ક્રેડિટ કાર્ડનો યુઝ કરો છો? તો આ નિયમ જાણી લેજો નહીં તો ભરવા પડશે વધારાના પૈસા. આજથી ઘણા નિયમો બદલાયા છે, તેની સીધી અસર ખિસ્સા પર પડશે. આજથી નવા મહિનાનો પ્રારંભ થયો છે. સપ્ટેમ્બરની શરૂઆત થતાની સાથે જ નિયમોમાં થયો છે મોટો બદલાવ. સપ્ટેમ્બરની શરૂઆત સાથે, ક્રેડિટ કાર્ડ સંબંધિત કેટલાક નિયમો બદલાયા છે. જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારા માટે તેમના વિશે જાણવું મહત્વપૂર્ણ છે, કારણ કે તેનો સીધો સંબંધ તમારા ખિસ્સા સાથે છે. આ નિયમો RuPay ક્રેડિટ કાર્ડ તેમજ HDFC બેંક અને IDFC ફર્સ્ટ બેંકના ક્રેડિટ કાર્ડ્સ સાથે સંબંધિત છે. ચાલો જાણીએ કે આજથી એટલે કે 1લી સપ્ટેમ્બરથી ક્રેડિટ કાર્ડના કયા નિયમો બદલાયા છે.
RuPay ક્રેડિટ કાર્ડ ધારકોને ફાયદો થશે-
1 સપ્ટેમ્બરથી RuPay ક્રેડિટ કાર્ડ ગ્રાહકો માટે રિવોર્ડ પોઈન્ટ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અનુસાર, હવેથી RuPay ક્રેડિટ કાર્ડને અન્ય પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સની જેમ UPI વ્યવહારો માટે રિવોર્ડ પોઈન્ટ્સ મળશે. NPCIએ આ અંગે એક પરિપત્ર પણ બહાર પાડ્યો હતો, જેમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધારવા માટે રિવોર્ડ પોઈન્ટનું મહત્વ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
HDFC બેંકમાં રિવોર્ડ પોઈન્ટ કેપ-
HDFC બેંકે 1 સપ્ટેમ્બરથી નવા રિવોર્ડ પોઈન્ટ કેપ્સ લાગુ કર્યા છે. આ અંતર્ગત એક મહિનામાં બેંક યુટિલિટી અને ટેલિકોમ ટ્રાન્ઝેક્શન્સથી પ્રાપ્ત રિવોર્ડ પોઈન્ટ્સની સંખ્યા 2000 પોઈન્ટ્સ સુધી મર્યાદિત કરવામાં આવી છે. જ્યારે તમે CRED, CheQ અને MobiKwik જેવી તૃતીય-પક્ષ એપ્લિકેશન દ્વારા શાળાની ફી ચૂકવો છો, તો તમને તેના માટે રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવશે નહીં. જો કે, શાળાઓને તેમની વેબસાઈટ અથવા પોઈન્ટ ઓફ સેલ (POS) ઉપકરણ દ્વારા ચૂકવણી કરવા બદલ રિવોર્ડ પોઈન્ટ્સ મળશે.
IDFC ફર્સ્ટ બેંકે નવા નિયમો બનાવ્યા-
IDFC ફર્સ્ટ બેંક ક્રેડિટ કાર્ડને લઈને નિયમોમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સૌપ્રથમ, બેંકે સ્ટેટમેન્ટ જનરેશન પછીની નિયત તારીખ ઘટાડીને 15 દિવસ કરી છે, જે પહેલા 18 દિવસ હતી. મતલબ કે અગાઉ સ્ટેટમેન્ટ જનરેટ થયા બાદ ગ્રાહકોને પેમેન્ટ માટે 18 દિવસનો સમય મળતો હતો, જ્યારે હવે તેમને 15 દિવસનો સમય મળશે. બીજી તરફ, બેંકે લઘુત્તમ બાકી રકમની મર્યાદા 5 ટકાથી ઘટાડીને મૂળ રકમના 2 ટકા કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે