શું તમને પણ રાત્રે ભાત ખાવાની આદત છે? જાણો મોટી હસ્તીઓ કેમ રાત્રે નથી ખાતી ભાત
વાસ્તવમાં ચોખા આપણાં શરીર માટે ખુબ જ હાનિકારક છે. એમાંય જ્યારે તમે રાત્રિના સમયે ભોજનમાં ભાત આરોગો છો ત્યારે તેનાથી અનેક ગણી સમસ્યોનો વધારો થાય છે. જો તમને પણ રાત્રે ભાત ખાવાની આદત હોય તો આજથી જ આ આદત છોડી દેખો.
Trending Photos
નવી દિલ્લીઃ જો તમને ભાત ખાવાની આદત હોય અને રાત્રે પણ ખાવાની આદત હોય તો થોડી સાવચેતી રાખો, કારણ કે રાત્રે ભાત ખાવા તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. સામાન્ય રીતે તમે જોયું હશે તો ખુબ પૈસાદાર લોકો, મોટી મોટી હસ્તીઓ, ફિલ્મ સ્ટાર્સ, સ્પોર્ટસ પર્સન, પોલિટિશ્યિન, ડોક્ટર્સ, સરકારી અધિકારીઓ આ બધા જ લગભગ રાત્રે ભાત નથી ખાતા હોતા. શું ક્યારેય તમે એ વિચારવાનો પ્રયાસ કર્યો કે આની પાછળ શું કારણ છે? આ સવાલનો જવાબ જાણીને તમે દંગ રહી જશો.
વાસ્તવમાં ચોખા આપણાં શરીર માટે ખુબ જ હાનિકારક છે. એમાંય જ્યારે તમે રાત્રિના સમયે ભોજનમાં ભાત આરોગો છો ત્યારે તેનાથી અનેક ગણી સમસ્યોનો વધારો થાય છે. જો તમને પણ રાત્રે ભાત ખાવાની આદત હોય તો આજથી જ આ આદત છોડી દેખો. હેલ્થ એક્સપર્ટનું કહેવું છેકે, ભાત પચવામાં ખુબ ભારે હોય છે. અને અપુરતા પાચનને કારણે મોટી સમસ્યાઓ સર્જાઈ શકે છે. મોટી મોટી હસ્તીઓ આ વસ્તુ સારી રીતે જાણતી હોય છે એજ કારણે તેઓ રાત્રે ભાત નથી ખાતા. તમે જાણો રાત્રે ભાત ખાવાથી કઈ-કઈ ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
અસ્થમા-
જો તમે દરરોજ રાત્રે ભાત ખાઓ છો તો તમને અસ્થમાની સમસ્યા પણ થઈ શકે છે. તેથી અસ્થમાના દર્દીઓને ભાત ખાવાની પણ મનાઈ છે.
મોટોપો-
ચોખામાં કાર્બોહાઈડ્રેટ વધુ હોય છે, જેના કારણે શરીરમાં ચરબી જમા થાય છે. જ્યાં આના કારણે સ્થૂળતા પણ વધવા લાગે છે. જો તમે સ્થૂળતા વધારવા માંગતા ન હોવ તો રાત્રે ભાત ખાવાનું ટાળો.
ડાયાબિટીસ-
રાત્રે ભાત ખાવાથી પણ ડાયાબિટીસ થઈ શકે છે, કારણ કે ભાતમાં હાઈ ગ્લાયસેમિક ઈન્ડેક્સ હોય છે, જે બ્લડ શુગર લેવલને વધારે છે. તેથી ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ રાત્રે ભાત ન ખાવા જોઈએ.
ડાયજેસ્ટ-
રાત્રે ભાત ખાવું સ્વાદિષ્ટ હોઈ શકે છે, પરંતુ તમને તે પચવામાં મુશ્કેલી થશે. વાસ્તવમાં ચોખાને પચવામાં સમય લાગે છે. આવી સ્થિતિમાં રાત્રે ભાત પચતા નથી અને પછી કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યા પણ થાય છે.
સંધિવા-
જો તમે આર્થરાઈટિસના દર્દી છો, તો તમારે રાત્રે ભાત બિલકુલ ન ખાવા જોઈએ, કારણ કે ભાત ખાવાથી તમારા શરીરમાં સોજો વધી શકે છે અને આર્થરાઈટિસમાં દુખાવો થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે