Health Tips: આ સ્વાસ્થ્ય લાભોના કારણે મગફળીને કહેવાય છે 'ગરીબોની બદામ', જાણો મગફળી ખાવાની સાચી રીત

Health Tips: શરીરને જરૂરી પોષક તત્વો મળે તે માટે સ્વાસ્થ્ય નિષ્ણાતો ડ્રાયફ્રૂટ્સ ખાવાની સલાહ આપે છે. પરંતુ વધતી મોંઘવારીને કારણે જો ડ્રાયફ્રૂટ્સ ખાવા પરવળે તેમ ન હોય તો તમે મગફળી ખાઈને પણ ડ્રાયફ્રુટ ખાધા સમાન લાભ મેળવી શકો છો. મગફળીમાં પણ એવા ઘણા ગુણ હોય છે જે ડ્રાયફ્રૂટ્સમાંથી મળે છે. 

Health Tips: આ સ્વાસ્થ્ય લાભોના કારણે મગફળીને કહેવાય છે 'ગરીબોની બદામ',  જાણો મગફળી ખાવાની સાચી રીત

Health Tips: મગફળી ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે. મગફળી ખાવાથી વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે. કારણ કે તેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે. મગફળીનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. શરીરને જરૂરી પોષક તત્વો મળે તે માટે સ્વાસ્થ્ય નિષ્ણાતો ડ્રાયફ્રૂટ્સ ખાવાની સલાહ આપે છે. પરંતુ વધતી મોંઘવારીને કારણે જો ડ્રાયફ્રૂટ્સ ખાવા પરવળે તેમ ન હોય તો તમે મગફળી ખાઈને પણ ડ્રાયફ્રુટ ખાધા સમાન લાભ મેળવી શકો છો. મગફળીમાં પણ એવા ઘણા ગુણ હોય છે જે ડ્રાયફ્રૂટ્સમાંથી મળે છે. જો તમે મગફળી ખાવાનું રાખો છો તો પણ તમને ડ્રાયફ્રૂટ ખાધા સમાન લાભ થાય છે.

મગફળી ખાવાના ફાયદા

આ પણ વાંચો:

- મગફળી ખાવાથી ઘણી ગંભીર બીમારીઓ તમારાથી દૂર રહે છે. ખાસ કરીને જે લોકોનું વજન વધારે હોય અને વારંવાર ભૂખ લાગતી હોય તેમણે મગફળી ખાવાનું રાખવું જોઈએ. એક મુઠ્ઠી મગફળી ખાવાથી પણ કલાકો સુધી ભૂખ નહીં લાગે અને ધીરે ધીરે શરીરની ચરબી ઘટવા લાગશે. 

- જો તમને ડાયાબિટીસના શરૂઆતથી લક્ષણ જોવા મળે તો મગફળીનું સેવન શરૂ કરવું જોઈએ તેનાથી હાઈ બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. 

- મગફળીમાં પોલીફેનોલિક નામનું એન્ટિઓક્સિડન્ટ હોય છે જે કેન્સર સામે લડવામાં પણ અસર દેખાડે છે. કેટલીક રિસર્ચ અનુસાર મગફળીનું સેવન કરવાથી કેન્સર થવાનું જોખમ પણ ઘટે છે.

- મગફળીમાં એવા ફેટી એસિડ રહેલા હોય છે જે ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે. મગફળીનું સેવન કરવાથી શરીરમાં રહેલા અભિશાપ્ત પદાર્થ શરીરમાંથી નીકળી જાય છે અને શરીર સ્વસ્થ રહે છે. નિયમિત એક મુઠ્ઠી મગફળી ખાવાથી પણ સ્કીન હેલ્ધી રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news