Palm Rubbing: રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
Palm Rubbing: ઠંડીની ઋતુમાં તમે અનેક લોકોને હથેળી રગડતા જોયા હશે. પરંતુ આ કામ રોજ કરવું જોઈએ. રોજ 2 મિનિટ સુધી હથેળી રગડવાથી સ્વાસ્થ્યને 5 અદ્ભુત ફાયદા થાય છે. આજે તમને આ 5 ફાયદા વિશે જણાવીએ.
Trending Photos
Palm Rubbing: ઘણા લોકો સવારે જાગીને પોતાની હથેળી રગડતા જોવા મળે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ તેનાથી શરીરને થતી અસર અદ્ભુત છે. આમ કરવાથી શરીરને ગજબના ફાયદા થાય છે. મોટાભાગે લોકો ઠંડીથી બચવા માટે આ કામ કરે છે. પરંતુ હથેળી એકબીજા સાથે રોજ રગડવી જોઈએ. આજે તેનું કારણ તમને જણાવીએ.
હથેળી રગડવાથી શું થાય ?
હેલ્થ એક્સપર્ટ અનુસાર સવારના સમયે 2 મિનિટ માટે બંને હાથની હથેળી રગડવી જોઈએ. આમ કરવાથી શરીરમાં ગરમી આવે છે. હથેળીથી આંખને સેકવી જોઈએ. આમ કરવાથી ઊંઘ ઉડી જાય છે અને શરીરમાં એનર્જી બુસ્ટ થાય છે. આ સિવાય શરીરને 5 જબરદસ્ત ફાયદા થાય છે.
હથેળી રગડવાથી થતા 5 ફાયદા
1. સવાર સવારમાં હથેળી એકબીજા સાથે રગડવાથી સ્ટ્રેસ અને તણાવ દુર થાય છે. હથેળી રગડવાથી બ્લડ સર્કુલેશન તીવ્ર થાય છે. તેનાથી બ્રેન શાંત અને રિલેક્સ થાય છે. આ સામાન્ય પ્રક્રિયા કરી લેવાથી મેંટલ સ્ટ્રેસથી બચી જવાય છે.
2. સવારે 2 થી 3 મિનિટ હથેળી રગડવાથી જે સેંસેશન થાય છે તેના કારણે માઈંડ એક્ટિવ થઈ જાય છે. તેના કારણે મગજ એક્શન મોડમાં આવી જાય છે. પરિણામે કામમાં ફોકસ વધે છે.
3. હથેળી એકબીજા સાથે રગડવાથી મૂડ બુસ્ટ થાય છે. ઝડપથી 2 મિનિટ માટે હથેળી એકબીજા સાથે રગડવાથી હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે. જેના કારણે ચિડીયાપણું ઓછું થાય છે.
4. જો તમને મોડી રાત સુધી રોજ ઊંઘ નથી આવતી તો આ એક્સરસાઈઝ આજે જ શરુ કરી દો. આ કામ કરવાથી માઈન્ડ રિલેક્સ રહે છે. આ કામ દિવસની સાથે રાત્રે પણ કરવું. તેનાથી ઊંઘ સારી આવે છે.
5. રોજ હથેળી રગડવાથી શરીરમાં ગરમી આવે છે. સાથે જ આંગળીઓનો દુખાવો પણ દુર થાય છે. અને ગભરામણની સમસ્યામાં રાહત મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે