કોઈનું એઠું ખાવાની આદત હોય તો આજથી જ બદલો... આમ ખાવાથી પ્રેમ નહીં વધે છે બીમારીઓ

Health Tips: તમે પણ એવું ઘણી વખત સાંભળ્યું હશે કે એકબીજાનું એટલું ખાવાથી પ્રેમ વધે. આ વાતને સાચી માનીને ઘણા ઘરમાં તો પતિ પત્ની કે પરિવારના અન્ય સભ્યો એક જ થાળીમાં જમતા હોય છે. એટલું જ નહીં ખાસ મિત્રો એક બીજાનું એઠું ભોજન પણ ખાઈ લેતા હોય છે. ઘણા લોકોને એકબીજા સાથે ખાવાની વસ્તુઓ શેર કરવાની આદત હોય છે. આ બધી જ આદતો ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. 

કોઈનું એઠું ખાવાની આદત હોય તો આજથી જ બદલો... આમ ખાવાથી પ્રેમ નહીં વધે છે બીમારીઓ

Health Tips: તમે પણ એવું ઘણી વખત સાંભળ્યું હશે કે એકબીજાનું એટલું ખાવાથી પ્રેમ વધે. આ વાતને સાચી માનીને ઘણા ઘરમાં તો પતિ પત્ની કે પરિવારના અન્ય સભ્યો એક જ થાળીમાં જમતા હોય છે. એટલું જ નહીં ખાસ મિત્રો એક બીજાનું એઠું ભોજન પણ ખાઈ લેતા હોય છે. ઘણા લોકોને એકબીજા સાથે ખાવાની વસ્તુઓ શેર કરવાની આદત હોય છે. આ બધી જ આદતો ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. સ્વાસ્થ્યનેશનાંતો ના જણાવ્યા અનુસાર કોઈ પણ વ્યક્તિનું એઠું કરેલું ભોજન કે પાણી પીવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે એક જ થાળીમાંથી ભોજન કરવાથી ઇન્ફેક્શન ઝડપથી ફેલાઈ શકે છે. જો બેમાંથી એક વ્યક્તિ કોઈ બીમારીથી સંક્રમિત હોય તો તેનું એઠું ભોજન કરવાથી તે બીમારી બીજા સુધી પહોંચી શકે છે. ખાસ કરીને શરદી, ઉધરસ જેવી સમસ્યા એક થાળીમાં જમવાથી ઝડપથી પ્રસરે છે. તેથી ક્યારેય પણ બીમાર વ્યક્તિ સાથે એક થાળીમાં જમવું નહીં. જો તમને પણ પ્રેમ વધશે તેવું માનીને એક થાળીમાં જમવાની આદત હોય તો તેનાથી થતા નુકસાન વિશે પણ જાણી લો. 

આ પણ વાંચો:

- જો તમે એક થાળીમાં કોઈની સાથે ભોજન કરો છો તો ભોજનની સાથે બેક્ટેરિયા અને વાઇરસનું પણ આદાન-પ્રદાન થાય છે. સાફ-સફાઈના અભાવના કારણે પેટમાં બેક્ટેરિયા પણ પહોંચી શકે છે જે પાચન સમસ્યા કરી શકે છે.

- જ્યારે તમે એક થાળીમાં કોઈની સાથે જમો છો તો તમારા શરીરને યોગ્ય માત્રામાં ભોજન અને પોષક તત્વો મળતા નથી જેના કારણે પોષક તત્વોની ખામી અને શરીરમાં નબળાઈ પણ થઈ શકે છે.

- કોઈ વ્યક્તિ સાથે એક થાળીમાં ભોજન કરવાથી એલર્જી પણ થઈ શકે છે. એક થાળીમાં બે વ્યક્તિ જમે તો ક્રોસ ઈન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે. એટલે કે બે વ્યક્તિ જો અલગ અલગ સમસ્યાથી પીડિત હોય તો બંનેને એકબીજાનો ચેપ લાગી શકે છે જેના કારણે તેઓ ગંભીર રીતે બીમાર પણ પડી શકે છે.

- જો તેમ છતાં એક જ થાળીમાં જમવું હોય તો જમતા પહેલા હાથ બરાબર રીતે ધોઈ લેવા અને એકબીજાનું અધૂરું છોડેલું ભોજન ખાવાનું ટાળવું જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news