ફળ કાપી તેના પર ખાંડ અથવા મીઠું ઉમેરી ખાવું જોખમી, સ્વાસ્થ્યને થાય છે નુકસાન
Healthy Way To Eat Fruits: શું તમે પણ કેટલાક ફળના ટુકડા કરી તેમાં મીઠું, મસાલો અથવા તો ખાંડ ઉમેરીને ખાવ છો? જો હા તો આજ પછી આ આદત બદલી દેજો. કારણ કે આ રીતે ફળ ખાવાથી તમારા શરીરને નુકસાન થાય છે.
Trending Photos
Healthy Way To Eat Fruits: શું તમે પણ કેટલાક ફળના ટુકડા કરી તેમાં મીઠું, મસાલો અથવા તો ખાંડ ઉમેરીને ખાવ છો? જો હા તો આજ પછી આ આદત બદલી દેજો. કારણ કે આ રીતે ફળ ખાવાથી તમારા શરીરને નુકસાન થાય છે. ઘણા લોકોને આદત હોય છે તેઓ રોજ ફળ તો ખાય છે પરંતુ તેને કાપી તેમાં મસાલો કરીને તેનું સેવન કરે છે. આ રીતે ફળ ખાવામાં ભલે સ્વાદિષ્ટ લાગે પરંતુ તેનાથી નુકસાન થાય છે. આ રીતે ફળ ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો:
સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે જ્યારે તમે કાપેલા ફળ પર મીઠું છાંટો છો તો તે પાણી છોડવા લાગે છે. સાથે જ તેનાથી ફળમાં રહેલા પોષક તત્વોનો નાશ થઈ જાય છે. ફળ સાથે તમે જે મીઠું ખાવ છો તેનું સોડિયમ કિડનીને અસર કરે છે.
મીઠું જ નહીં ફળમાં ખાંડ ઉમેરવી પણ હાનિકારક છે. કારણ કે ફળમાં કુદરતી મીઠાશ હોય જ છે. કેટલાક ફળમાં ગ્લુકોઝનું પ્રમાણ પણ વધારે હોય છે. તેવામાં તો તમે આવા ફળોમાં ખાંડ ઉમેરો છો તો તે કેલરી વધારે છે. ફળમાં ખાંડ ઉમેરો છો તો શરીરમાં શુગરનું પ્રમાણ વધી જાય છે. તેનાથી ડાયાબિટીસની સમસ્યા વધી શકે છે. આ સિવાય વધુ પડતી ખાંડ વજનમાં વધારો કરે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ફળનું સેવન કરવાની સાચી રીત છે કે તેને કાપીને નહીં સાફ કરીને એમ જ ખાવામાં આવે. આ ઉપરાંત કેટલાક ફળ તો છાલ સહિત જ ખાવા જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે