Type 2 Diabetes: અઠવાડિયામાં 2 કપ આ સફેદ વસ્તુ ખાવાનું રાખશો તો ડાયાબિટીસ ક્યારેય નહીં થાય

Type 2 Diabetes: જે લોકોની લાઈફસ્ટાઈલ અનહેલ્ધી છે તે તમામ લોકો ઉપર ડાયાબિટીસનું જોખમ સૌથી વધારે હોય છે. ડાયાબિટીસ થવાની શક્યતા વધારે વધી જાય છે જ્યારે વ્યક્તિ સ્થૂળતાથી ગ્રસ્ત હોય અથવા તો તેની ઉંમર 45 વર્ષથી વધુની હોય. આ ઉપરાંત જો પરિવારમાં ડાયાબિટીસની હિસ્ટ્રી હોય તો પણ ડાયાબિટીસ થઈ શકે છે. 

Type 2 Diabetes: અઠવાડિયામાં 2 કપ આ સફેદ વસ્તુ ખાવાનું રાખશો તો ડાયાબિટીસ ક્યારેય નહીં થાય

Type 2 Diabetes:દેશ અને દુનિયામાં ડાયાબિટીસના કે સતત વધી રહ્યા છે. સ્થિતિ આવી જ રહી તો ડાયાબિટીસ પણ એક મહામારીનું સ્વરૂપ લઈ લેશે. આજના સમયમાં લગભગ દરેક ઘરમાં એક વ્યક્તિ ડાયાબિટીસથી પીડિત હોય છે. આ બીમારી વધવાનું કારણ અનહેલ્ધી લાઈફ સ્ટાઇલ અને જીનેટીક પણ હોય છે. અનેક લોકો આ બીમારીની ચપેટમાં સરળતાથી આવી જાય છે. 

એક રિસર્ચ અનુસાર દુનિયાભરમાં વર્ષ 2030 સુધીમાં ડાયાબિટીસના 578 મિલિયન અને વર્ષ 2045 સુધીમાં 700 મિલિયન કેસ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં આજથી જ દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત થઈ જવાની જરૂર છે. ખાસ કરીને જે લોકોએ ડાયાબિટીસથી પોતાનો બચાવ કરવો હોય તેને યોગર્ટનો સમાવેશ ડાયટમાં કરવો જોઈએ. 

અમેરિકાની ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને તાજેતરમાં યોગર્ટ બનાવતી કંપનીઓને એવી અનુમતિ આપી છે કે તેઓ યોગર્ટ ટાઈપ ટુ ડાયાબિટીસના જોખમને ઘટાડે છે તેવું વિજ્ઞાપન કરી શકે છે. એટલે કે એફડીએ પણ માન્યું છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વખત એક કપ યોગર્ટ ખાવામાં આવે તો ડાયાબિટીસ થવાનું જોખમ ઘટી જાય છે. 

યોગર્ટ કેવી રીતે કરે છે ફાયદો ? 

યોગર્ટમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન બી, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે. યોગર્ટ પ્રોબાયોટિક્સનો સમૃદ્ધ સ્ત્રોત છે. જે શરીરમાં ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરવામાં મદદ કરે છે.

જે લોકોની લાઈફસ્ટાઈલ અનહેલ્ધી છે તે તમામ લોકો ઉપર ડાયાબિટીસનું જોખમ સૌથી વધારે હોય છે. ડાયાબિટીસ થવાની શક્યતા વધારે વધી જાય છે જ્યારે વ્યક્તિ સ્થૂળતાથી ગ્રસ્ત હોય અથવા તો તેની ઉંમર 45 વર્ષથી વધુની હોય. આ ઉપરાંત જો પરિવારમાં ડાયાબિટીસની હિસ્ટ્રી હોય તો પણ ડાયાબિટીસ થઈ શકે છે. 

જે લોકોને ડાયાબિટીસ ન હોય તેમણે આ સમસ્યા ન થાય તે બાબતે જાગૃત રહેવું જોઈએ. કારણ કે ડાયાબિટીસના કારણે પગની સમસ્યા, હાર્ટ એટેક, સ્ટ્રોક, કિડની ડેમેજ, નર્વસ સિસ્ટમ ડેમેજ અને સેક્સ પ્રોબ્લેમ પણ થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news