International Women’s Day: મહિલાઓની રિપ્રોડક્ટિવ હેલ્થને અસર કરે છે PCOS, આ આયુર્વેદિક પદ્ધતિથી કરો સારવાર
International Women’s Day: પોલીસિસ્ટિક ઓવરી સિંડ્રોમ જેને PCOS કહેવાય છે તે મહિલાઓની રિપ્રોડક્ટિવ હેલ્થને પ્રભાવિત કરે છે. આ મેડિકલ કન્ડિશનને મોટાભાગે મહિલાઓ સમજી શકતી નથી. આજના સમયમાં દર પાંચમાંથી એક મહિલાને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આ એક હોર્મોનલ ડિસઓર્ડર છે જે ઓવરિયન સિસ્ટ કે હોર્મોનલ ઈમબેલેન્સ નું કારણ બને છે.
Trending Photos
International Women’s Day: દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે દુનિયાભરમાં મહિલાઓને સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક સફળતાઓની ઉજવણી કરવામાં આવે છે અને તેમનું સન્માન કરવામાં આવે છે. આજે આ ખાસ દિવસે મહિલાઓની હેલ્થને લઈને જે કેટલીક જટિલતાઓ છે તેના પર પણ ધ્યાન આપવું જોઈએ. મહિલાઓના જીવનમાં તેમને કેટલાક સાઇલેન્ટ હેલ્થ સ્ટ્રગલનો સામનો કરવો પડે છે. આવી સમસ્યાઓમાંથી એક છે PCOS. મહિલાઓની આ સમસ્યાને લઈને ખૂબ ઓછી વાત થાય છે પરંતુ આ સમસ્યાને ઓળખી અને તેનું નિવારણ કરવું જરૂરી છે.
પોલીસિસ્ટિક ઓવરી સિંડ્રોમ જેને PCOS કહેવાય છે તે મહિલાઓની રિપ્રોડક્ટિવ હેલ્થને પ્રભાવિત કરે છે. આ મેડિકલ કન્ડિશનને મોટાભાગે મહિલાઓ સમજી શકતી નથી. આજના સમયમાં દર પાંચમાંથી એક મહિલાને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આ એક હોર્મોનલ ડિસઓર્ડર છે જે ઓવરિયન સિસ્ટ કે હોર્મોનલ ઈમબેલેન્સ નું કારણ બને છે. આ સમસ્યા કોઈપણ ઉંમરની મહિલાને થઈ શકે છે. આ સમસ્યામાં વજન વધવું, અનિયમિત માસિક, વાળ ખરવા અને ચહેરા પર ખીલ થવા જેવા લક્ષણ જોવા મળે છે.
PCOS નો આયુર્વેદિક ઈલાજ
આયુર્વેદિક જડીબુટ્ટીઓ
આયુર્વેદ અનુસાર કેટલાક હર્બ એવા છે જે હોર્મોનલ ઇમ્બેલન્સ ને રેગ્યુલેટ કરે છે અને સોજાને ઓછો કરે છે. આયુર્વેદિક ઔષધી અશોક, વિજય, શતાવરી આ સમસ્યામાં મદદ કરે છે. આ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવાથી PCOS ના ઈલાજમાં સકારાત્મક પ્રભાવ જોવા મળે છે. આ જડીબુટ્ટીઓને હેલ્થ સપ્લીમેન્ટ તરીકે લઈ શકાય છે.
મહિલાઓનો આહાર
આ સિવાય PCOS થી પીડિત મહિલાઓએ એવો આહાર લેવો જોઈએ જે હોર્મોનલ ઇમ્બેલેન્સ માટે યોગ્ય હોય. દૈનિક આહારમાં હળદર અને આદુ જેવા એન્ટી ઇન્ફ્લેમેટરી ફૂડનો સમાવેશ કરવો જોઈએ. સાથે જ કેફિનની માત્રા મર્યાદિત કરવી જોઈએ. સમસ્યા હોય તેણે પ્રોસેસ ફૂડ અને રિફાઇન્ડ સુગર લેવાનું ટાળવું જોઈએ.
યોગ અને મેડીટેશન
શરીરની સાથે મન પણ સ્વસ્થ રહે તે માટે મહિલાઓએ યોગ અને ધ્યાન જેવી એક્ટિવિટી કરવી જોઈએ. કેટલીક યોગ મુદ્રા પણ એવી છે જે આ સમસ્યાને દૂર કરી શકે છે. પીસીઓએસની સમસ્યા હોય તેવો બાલાસન, બદ્ધ કોણાસન ઉત્તાનાસના જેવા યોગાસન કરીને લાભ મેળવી શકે છે.
તેલ માલિશ
ગરમ તેલ થી માલિશ જેને આયુર્વેદમાં અભ્યંગ પણ કહેવાય છે તે PCOS માં ખૂબ જ ફાયદો કરે છે. PCOS ના લક્ષણોને કંટ્રોલ કરવા માટે ગરમ તેલથી શરીર પર માલિશ કરવી જોઈએ. ચહેરા પર, હાથ પર, પગ પર, માથામાં હૂંફાળા તેલથી માલિશ કરવાથી પીસીઓએસના લક્ષણ ઓછા થાય છે. તેલ માલિશ કર્યા પછી 10 થી 15 મિનિટ સુધી ત્વચા પર તેલ રહેવા દેવું અને પછી હુંફાળા પાણીથી સ્નાન કરવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે