શું તમે પણ દર મહિને કરો છો Periods સંબંધિત આ ભૂલો? સ્વાસ્થ્યને થશે નુકસાન
ભીનાશ અનુભવી, પેટમાં દુ:ખાવો, ક્રેમ્પ્સ, મૂડ સ્વિંગ... તમે સમજી જ ગયા હશો કે અમે કયા વિષય પર વાત કરી રહ્યા છીએ, જી હા, આપણા દર મહિનાના સાથી પીરિયડ્સની. પીરિયડ્સ (Periods) દરમિયાન અનુભવાતી આ સમસ્યાઓને રોકવા માટે કંઇ કરી શકાતું નથી
Trending Photos
નવી દિલ્હી: ભીનાશ અનુભવી, પેટમાં દુ:ખાવો, ક્રેમ્પ્સ, મૂડ સ્વિંગ... તમે સમજી જ ગયા હશો કે અમે કયા વિષય પર વાત કરી રહ્યા છીએ, જી હા, આપણા દર મહિનાના સાથી પીરિયડ્સની. પીરિયડ્સ (Periods) દરમિયાન અનુભવાતી આ સમસ્યાઓને રોકવા માટે કંઇ કરી શકાતું નથી, પરંતુ Menstruation સાથે સંકળાયેલી આ સમસ્યાઓને વધુ બગડવાથી જરૂરથી રોકી શકાય છે. તેના માટે ખુબજ જરૂરી છે કે, તમે દર મહિને પીરિયડ્સ સંબંધિત કેટલીક કોમન ભૂલો (Common Mistakes) ના કરો નહીં તો તમારા સ્વાસ્થ્ય પર લાંબા સમયે ખરાબ અસર પડી શકે છે.
પીરિયડ્સ સંબંધિત કોમન ભૂલો
1. પેડ અને ટેમ્પોન ચેન્જ કરવું- પીરિયડ્સ (Periods) સમયે ઘણી છોકરીઓ અને મહિલાઓને લિકેજનો ડર રહે છે પરંતુ તે સેનિટરી પેડ અને ટેમ્પોનને યોગ્ય સમયે ચેન્જ કરતી નથી. પીરિયડ્સ સમયે તમારો બ્લડ ફ્લો કેટલો છે તેના આધારે તમારે દર 2 થી 4 કલાકમાં એક વખત Sanitary Napkin જરૂરથી બદલવું જોઇએ, ત્યારે ટેમ્પોનને દર 4 થી 6 કલાકમાં એક વખત ચેન્જ કરવું જોઇએ. આ કરવાથી તમને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચવામાં મદદ મળી શકે છે.
2. સુગંધિત ઉત્પાદનોનો ઉપયોગ- આ દિવસોમાં સેન્ટેડ એટલે કે, સુગંધિત સેનિટરી પેડ્સ, ઇન્ટિમેટ હાઈજિન પ્રોડક્ટ્સ, વાઈપ્સ અને જેલની માર્કેટમાં ભરમાર જોવા મળી રહી છે. આ પ્રકારના ઉત્પાદનોમાં કેમિકલનું પ્રમાણ વધારે હોય છે. જેના કારણે પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ અને Irritation ની સમસ્યા થઈ શકે છે.
3. પેન કિલરનો ઉપયોગ- જો તમે પણ તે મહિલાઓમાંથી છો જેઓ આ વાતની રાહ જુએ છે કે, જ્યાં સુધી દુ:ખાવો અને ક્રેમ્પ્સ સહન ન થાય ત્યાં સુધી દવા ન ખાવી જોઇએ તો તમે ભૂલ કરી રહ્યા છો. આ કરવાથી દવાની અસર ઓછી થાય છે. દુખાવો ઓછો હોય ત્યારે તેને રોકવો અથવા કંટ્રોલ કરવું ખુબ જ સરળ હોય છે.
4. વર્કઆઉટ- પીરિયડ્સ સમયે પેટમાં દુ:ખાવો અને ક્રેમ્પ્સ વચ્ચે એક્સરસાઈઝ (Exercise) અને વર્કઆઉટ (Workout) કરવાનું મન કોઈને થતું નથી. પરંતુ રિસર્ચમાં આ વાત સામે આવી છે કે, જો હાર્ટ રેટને વધારવામાં આવે તો પીએમએસ એટલે કે, પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ સંબંધિત સાયકોલોજિકલ અને ફિઝિકલ લક્ષણોને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. સાથે જ એક્સરસાઈઝ કરવાથી મૂડ પણ સારો રહે છે અને Bloating ની સમસ્યા પણ થતી નથી.
આ પણ વાંચો:- શું તમારૂ LAPTOP ઓવરહિટ થાય છે? તો અપનાવો આ TIPS
5. વધારે પડતા સ્નેક્સ ખાવા- પીએમએસ ફીલ થઈ રહ્ય હોય તો સૌથી પહેલા તમારા માઈન્ડમાં આવે છે સ્નેક્સ ખાવાનો વિચાર. પરંતુ જો તમે પણ આ ભૂલ કરી તો તમારી પેટ ફૂલવાની સમસ્યા વધશે એટલે કે Bloating ની સમસ્યા વધી જશે. જેથી હાઈ સોડિયમ સ્નેક્સ જેવા કે, બટેકાની ચિપ્સ વગેરે ખાવાનું ટાળો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે