ચાલુ વીડિયોમાં ઉર્વશી રૌતેલાના ખભા પરથી ઊતરી ગયો ડ્રેસ, Video

ચાલુ વીડિયોમાં ઉર્વશી રૌતેલાના ખભા પરથી ઊતરી ગયો ડ્રેસ, Video
  • વીડિયોની શરૂઆતમાં જ તેની સાથે ઉપ્સ મેમેન્ટ થઈ જાય છે, પરંતુ તેણે બહુ જ બારીકાઈથી તેને સંભાળી લીધું છે
  • આ વીડિયોને જોઈને લોકો ઉર્વશીની આ ચતુરાઈના વખાણ કરી રહ્યાં છે

ઝી મીડિયા/બ્યૂરો :એક્શન-રોમાન્સ બેઝ્ડ ફિલ્મ સિંહ ‘સાહબ ધ ગ્રેટ’ થી બોલિવુડની દુનિયામાં એન્ટ્રી કરનાર ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) હંમેશા કોઈને કોઈ કારણે સમાચારમાં રહેતી હોય છે. પોતાના હુસ્ન અને અદાઓથી તે લોકોના દિલ જીતવામાં સફળ બની છે. ફેશન સ્ટેટમેન્ટ માટે પણ તે ફેમસ છે. હાલમાં જ ઉવર્શીએ એક વીડિયો (Urvashi Rautela Video) શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (viral video) થઈ રહ્યો છે. વીડિયોમાં ઉર્વશી બેસીને ડાન્સ કરી રહી છે. પરંતુ આ વીડિયો તેના ડાન્સને કારણે નહિ પરંતુ અન્ય કોઈ કારણથી ચર્ચામાં છે. 

હકીકતમાં વીડિયોમાં ઉર્વશીની સાથે વોર્ડરોબ માલફંક્શન (Wardrobe Malfunction) થઈ જાય છે, પરંતુ તે ઉપ્સ મોમેન્ટને સારી રીતે સંભાળતી વીડિયોમાં દેખાઈ છે. ઉર્વશીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી આ વીડિયો શેર કર્યો છે. જેમાં તે સ્ટાઈલિશ અંદાજમાં ડાન્સ કરી રહી છે. વીડિયો (video) ની શરૂઆતમાં જ તેની સાથે ઉપ્સ મેમેન્ટ થઈ જાય છે, પરંતુ તેણે બહુ જ બારીકાઈથી તેને સંભાળી લીધું છે. 

આ પણ વાંચો : પ્રેમીએ વારંવાર શરીર સુખ માણીને છોડી દીધી, સાત પાનાની સ્યૂસાઈડ નોટ લખી વિદ્યાર્થીનીની આત્મહત્યા

આ વીડિયોને જોઈને લોકો ઉર્વશીની આ ચતુરાઈના વખાણ કરી રહ્યાં છે. તો કેટલાક સમજી રહ્યા છે કે, તે વીડિયોનો જ એક પાર્ટ છે. ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી 35 લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ડાર્ક ગ્રીન શિમરી કલરની આઈ શેડો અને સ્લિપ ટોપમાં ઉર્વશી બહુ જ સુંદર લાગી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news