Israel Embassy Blast: ઇઝરાયલી દૂતાવાસ પાસે બ્લાસ્ટની તપાસ માટે પહોંચી NSG ટીમ, મળ્યું શંકાસ્પદ કપડું

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ધમાકા બાદ ઘટનાની તપાસ કરી રહી છે. હવે એનએસજીને પણ બ્લાસ્ટની તપાસ માટે ઉતારવામાં આવી છે. ઇઝરાયલી દૂતાવાસ બહાર નેશનલ સિક્યોરિટી ગાર્ડની એક ટીમ શનિવારે બપોરે તપાસ માટે પહોંચી હતી. 

Israel Embassy Blast: ઇઝરાયલી દૂતાવાસ પાસે બ્લાસ્ટની તપાસ માટે પહોંચી  NSG ટીમ, મળ્યું શંકાસ્પદ કપડું

નવી દિલ્હીઃ દિલ્હીમાં ઇઝરાયલ દૂતાવાસ (Israel Embassy Blast) બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ સતત તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ધમાકા બાદ ઘટનાની તપાસ કરી રહી છે. હવે એનએસજીને પણ બ્લાસ્ટની તપાસ માટે ઉતારવામાં આવી છે. ઇઝરાયલી દૂતાવાસ બહાર નેશનલ સિક્યોરિટી ગાર્ડની એક ટીમ શનિવારે બપોરે તપાસ માટે પહોંચી હતી. 

ઇઝરાયલી દૂતાવાસની પાસે તપાસ કરવા પહોંચી NSG ની ટીમ
દિલ્હીમાં ઇઝરાયલ દૂતાવાસ (Embassy of Israel) ની બહાર બ્લાસ્ટ બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ સતત તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ બાદ હવે એનએસજી પણ બ્લાસ્ટની તપાસ કરી રહી છે. 

A low-intensity explosion occurred near the Embassy yesterday. pic.twitter.com/RbY3W30J0f

— ANI (@ANI) January 30, 2021

જાણવા મળી રહ્યું છે કે તપાસ કરવા માટે પહોંચેલી એનએસજી ટીમને ઘટનાસ્થળેથી અડધુ સળગેલું કપડું અને પોલિથીન મળી છે. આ પહેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને સ્થળ પરથી કેટલાક બોલ-બેયરિંગ મળ્યા હતા, જેનો ઉપયોગ બોમ્બ બનાવવામાં કરવામાં આવ્યો હતો. સ્થળની પાસેથી પોલીસને એક કવર પણ મળ્યું છે. 

ઈરાની નાગરિકોની પૂછપરછ
સમાચાર એજન્સી એએનઆઈએ દિલ્હી પોલીસના હવાલાથી જણાવ્યું કે, દિલ્હી પોલીસ (Delhi Police) ની સ્પેશિયલ સેલે કાલે ઇઝરાયલ દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટના સિલસિલામાં રાષ્ટ્રીય રાજધાનીમાં રહેતા કેટલાક ઈરાનીઓની પૂછપરછ કરી છે. જે વિદેશી નાગરિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમાં તે પણ સામેલ છે, જેના વીઝા સમાપ્ત થઈ ગયા છે. 

— ANI (@ANI) January 30, 2021

દુપટ્ટાનું રહસ્ય યથાવત
ઇઝરાયલી દૂતાવાસની બહાર જ્યાં બ્લાસ્ટ થયો હતો ત્યાંથી ગુલાબી કલરનો એક દુપટ્ટો મળ્યો છે. દુપટ્ટાનું શું રહસ્ય છે, તેની માહિતી મેળવવામાં આવી રહી છે. આ ગુલાબી દુપટ્ટો બ્લાસ્ટ વાળા સ્થળેથી અડધો સળગેલો મળ્યો છે. પરંતુ તેના રહસ્ય પરથી પડદો ઉઠવાનો હજુ બાકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news