Diabetes: આ 4 મસાલાઓની મદદથી કાબૂમાં રહેશે બ્લડ શુગર લેવલ, ડાયાબિટીસના દર્દીઓ માટે ફાદયદારૂપ

આપણા રસોડામાં ઉપયોગમાં લેવાતા ઘણા મસાલા આયુર્વેદિક ગુણોથી ભરપૂર હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ મસાલા પૈકીના કેટલાક બ્લડ શુગર લેવલ ઘટાડવામાં અક્સીર પુરવાર થાય છે.

Diabetes: આ 4 મસાલાઓની મદદથી કાબૂમાં રહેશે બ્લડ શુગર લેવલ, ડાયાબિટીસના દર્દીઓ માટે ફાદયદારૂપ

નવી દિલ્હીઃ Spices For Type 2 Diabetes: ડાયાબિટીસને કારણે દુનિયાભરના લોકો એ ખૌફમાં રહે છે કે, ક્યાંક તેમને આ રોગ ન થઈ જાય. જે લોકોને ડાયાબિટીસ થઈ જાય છે, તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વારંવાર બ્લડ શુગર લેવલ ચેક કરતા રહેવું પડે છે. જો આમ ન થાય તો તબિયત બગડવાની ભતિ રહે છે. ડાયાબિટીસના દર્દીઓમાં કિડની અને હૃદય રોગનો ખતરો પણ વધી જાય છે. શરીરમાં ગ્લુકોઝના સ્તરને જાળવી રાખવા માટે તંદુરસ્ત વસ્તુઓનું સેવન કરવું પડે છે. ચાલો જાણીએ કે ડાયાબિટીસના દર્દીઓ માટે કયા મસાલા ફાયદાકારક છે.

1. હળદર
હળદરમાં કર્ક્યુમિન નામનો પદાર્થ રહેલો હોય છે. જે લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ઈન્સ્યુલિનની સંવેદનશીલતા પણ વધારે છે. આ મસાલામાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓએ હળદરવાળું દૂધ પીવું જોઈએ.

2. મેથીના બીજ
જો તમે દરરોજ મેથીનું પાણી પીઓ છો તો તે ટાઈપ-2 ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આ મસાલામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેના કારણે પાચનક્રિયા ધીમી થઈ જાય છે અને કાર્બોહાઈડ્રેટ્સ અને શુગરનાં એબ્ઝોર્બ્શન પર રોક લાગે છે. આ માટે એક નાનાં બાઉલમાં એક ચમચી મેથીને આખી રાત પલાળી રાખો અને સવારે ઉઠ્યા બાદ તેને ગાળીને પી લો.

3. ધાણાનાં બીજ    
ઘણા સંશોધનો બાદ સાબિત થયું કે ધાણાનાં બીજ ઈન્સ્યુલિનના સ્ત્રાવને વધારવામાં મદદ કરે છે, સાથે જ તેમાં જોવા મળતા કાર્બોહાઈડ્રેટ્સ શરીરમાં મેટાબોલિઝમ અને હાઈપોગ્લાયકેમિક પ્રક્રિયાને સુધારે છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. ધાણાંના બીજ ખાવાથી પાચનતંત્ર સુધરે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી ધાણાના બીજ નાખીને આખી રાત રહેવા દો અને સવારે ઉઠ્યા પછી આ પાણી પીવો.

4. તજ
ડાયાબિટીઝના દર્દીઓ માટે તજ કોઈ ઔષધિથી ઓછુ બિલકુલ પણ નથી. કારણકે આ ન માત્ર શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે, પરંતુ લોહીમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલને પણ દૂર કરવામાં મદદ કરે છે. તજનું સેવન કરવુ છે તો એક ગ્લાસ દૂધ ગરમ કરો અને તેમાં એક ચૂટકીભરનીને તજ પાઉડર ઉમેરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news