Improve Eyesight: દીકરા-દીકરીના ચશ્માના નંબર વધી રહ્યા છે? તો દૂધ સાથે તેમને આ 3 વસ્તુઓ આપવાનું શરૂ કરી દો તુરંત
How to Improve Eyesight: આંખના નંબર સતત વધી રહ્યા હોય અને વધતા નંબરને અટકાવવા હોય તો દૂધમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને પીવાની શરૂઆત કરવી જોઈએ. આજે તમને 3 એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને દૂધમાં મિક્સ કરીને પીવાથી આંખની રોશની વધી શકે છે.
Trending Photos
How to Improve Eyesight: કલાકો સુધી લેપટોપ કે કોમ્પ્યુટરમાં સતત કામ કરવાના કારણે અને સ્ક્રીન ટાઈમ વધારે હોવાના કારણે આંખ નબળી પડી જાય છે અને ચશ્માના નંબર વધવા લાગે છે. આ સિવાય ખાવા પીવાની ખોટી આદતોના કારણે પણ આંખનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે. કેટલાક લોકોને આંખના નંબર સતત વધતા હોય છે.
જો આંખના નંબર સતત વધી રહ્યા હોય તો ખાવા પીવાથી લઈને સ્ક્રીન ટાઈમની આદતો બદલવી જોઈએ. મોબાઈલ, ટીવી, લેપટોપ વગેરે વસ્તુઓનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ અને યોગ્ય દુરી રાખીને જ કામ કરવું જોઈએ. આ સિવાય ખાવા પીવામાં પણ પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ વધારે કરવો જોઈએ.
આંખના નંબર સતત વધી રહ્યા હોય અને વધતા નંબરને અટકાવવા હોય તો દૂધમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને પીવાની શરૂઆત કરવી જોઈએ. આજે તમને 3 એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને દૂધમાં મિક્સ કરીને પીવાથી આંખની રોશની વધી શકે છે.
દૂધમાં મિક્સ કરો આ 3 વસ્તુઓ
દૂધમાં વરીયાળી
વરીયાળીનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે પરંતુ તેનાથી સૌથી વધુ ફાયદો આંખના થાય છે. વરીયાળી વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ સહિતના ગુણથી ભરપૂર હોય છે જો તમે રોજ દૂધમાં વરિયાળી અને સાકર મિક્સ કરીને પીવો છો તો તેનાથી આંખને ફાયદો થાય છે. દૂધ સિવાય તમે હૂંફાળા પાણીમાં પણ વરીયાળી મિક્સ કરીને પી શકો છો.
હળદરવાળું દૂધ
મોટાભાગના લોકોનું માનવું છે કે હળદરવાળું દૂધ હાડકા સંબંધિત સમસ્યામાં જ ફાયદો કરે છે પરંતુ દૂધ અને હળદર આંખને પણ ફાયદો કરે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં ચપટી હળદર મિક્સ કરીને નિયમિત રીતે પીવાનું શરૂ કરી દેવું. રોજ હળદર વાળું દૂધ પીવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે, હાડકા મજબૂત થાય છે, આંખની નબળાઈ દૂર થાય છે.
બદામવાળું દૂધ
બદામ વિટામીન ઈ અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. દૂધ સાથે બદામ લેવાથી આંખના રેટિનાનું સ્વાસ્થ્ય સુધરે છે. તમે બદામનો પાવડર બનાવીને દૂધમાં તેને ઉમેરીને પી શકો છો. આ સિવાય રાત્રે બદામને દૂધમાં પલાળીને સવારે ખાઈ પણ શકાય છે. બદામ અને દૂધનું એક સાથે સેવન કરવાથી આંખની રોશની વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે