Cold and Cough: ચોમાસામાં વારંવાર થતી શરદી અને ઉધરસ મટાડવા ટ્રાય કરો આ ઘરેલુ નુસખો

Cold and Cough Home Remedies: જો વરસાદી વાતાવરણમાં શરદી-ઉધરસ થી જાય તો ગભરાવાની જરૂર નથી. આ ઘરેલુ નુસખા અપનાવી તમે ઝડપથી ઠીક થઈ શકો છો. તો ચાલો તમને જણાવીએ 5 ઘરેલુ નુસખા વિશે. 

Cold and Cough: ચોમાસામાં વારંવાર થતી શરદી અને ઉધરસ મટાડવા ટ્રાય કરો આ ઘરેલુ નુસખો

Cold and Cough Home Remedies: વરસાદી વાતાવરણમાં શરદી, ઉધરસ વારંવાર થઈ જાય છે. ઘણા લોકોને શરદીમાં નાકમાંથી પાણી નીકળે રાખે છે. તો વળી ક્યારેય ગળામાં તકલીફ થઈ જાય છે. કેટલીક વાર શરીરમાં દુખાવો પણ થાય છે. પરંતુ તેના કારણ દિવસભર સમસ્યા રહે છે. ચોમાસામાં વારંવાર થતી શરદી-ઉધરસની સમસ્યાને દુર કરવામાં કેટલાક ઘરેલુ નુસખા કારગર સાબિત થઈ શકે છે. 

જો વરસાદી વાતાવરણમાં શરદી-ઉધરસ થી જાય તો ગભરાવાની જરૂર નથી. આ ઘરેલુ નુસખા અપનાવી તમે ઝડપથી ઠીક થઈ શકો છો. તો ચાલો તમને જણાવીએ 5 ઘરેલુ નુસખા વિશે. 

ગરમ પદાર્થ પીવો

શરદી, ઉધરસ હોય ત્યારે ગરમ તરલ પદાર્થોનું સેવન કરવું. તેનાથી શરીર હાઈડ્રેટ રહે છે. તેનાથી કફથી મુક્તિ મળે છે. તમે હુંફાળા પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પણ પાણી પી શકો છો. 

મીઠાના પાણીના કોગળા

હુંફાળા પાણીમાં મીઠું ઉમેરી કોગળા કરવાથી પણ ફાયદો થાય છે. તેનાથી ગળાનો સોજો પણ ઉતરે છે અને દુખાવાથી રાહત થાય છે. 

આરામ કરો

પુરતો સમય આરામ કરો. આરામ કરવાથી બીમારી સામે લડવાની શક્તિ મળે છે. જ્યારે શરદી-ઉધરસ થાય તો ઊંઘ વધારે કરવાનું રાખો. કામમાંથી પણ બ્રેક લો.

સ્ટીમ લેવી

શરદી-ઉધરસ હોય અને નાક બંધ થઈ જાય તો સ્ટીમ લેવાનું રાખો. સ્ટીમના પાણીમાં તમે કપૂર પણ ઉમેરી શકો છો. તેનાથી નાક ખુલી જશે. 

મધનું સેવન કરો

મધમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે શરદી-ઉધરસના લક્ષણોને ઓછા કરે છે. તેના માટે ગરમ પાણીમાં મધ ઉમેરી પી લેવું. એક ચમચી મધ તમે ડાયરેક્ટ પણ પી શકો છો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news