Diabetes ના દર્દીઓએ Coconut Water પીવુ જોઈએ કે નહીં? જાણો સુગર વધશે કે ઘટશે
Coconut Water in Diabetes: ડાયાબિટીસના કિસ્સામાં ખાવા-પીવાની આદતોનું યોગ્ય ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ કે નારિયેળ પાણીને ડાયાબિટીસના આહારમાં સામેલ કરી શકાય કે નહીં.
Trending Photos
Coconut Water in Diabetes: નાળિયેર પાણી પીવાના ઘણા ફાયદા હોય છે, તો ઘણા લોકોને નાળિયેર પાણી પીવાનો શોખ હોય છે. ખાસ કરીને સમુદ્ર કિનારે જ્યારે લોકો રજાઓ મનાવવા માટે જાય છે તો તેનો સ્વાદ અલગ ફીલ આપે છે.
તે ખૂબ જ આરોગ્યપ્રદ પીણું માનવામાં આવે છે, તેમાં પ્રાકૃતિક ખાંડ મળી આવે છે, તેથી ઘણી વખત ડાયાબિટીસના દર્દીઓ મૂંઝવણમાં મૂકે છે કે તેઓ નારિયેળ પાણી પી શકે કે નહીં? આનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ તો નહીં વધે? તો ચાલો આજે આ પ્રશ્નોના જવાબ આપીને બધી મૂંઝવણ દૂર કરીએ.
ડાયાબિટીરમાં નાળિયેર પાણી પીવુ Drinking Coconut Water in Diabetes
નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે, જેના કારણે સ્થૂળતા અને કોલેસ્ટ્રોલનું સ્તર વધારે નથી વધતું. તેને ગરમ વાતાવરણમાં બને તેટલું પીવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે આપણને ડિહાઇડ્રેશનથી બચાવે છે. આવી સ્થિતિમાં જો તમે નારિયેળ પાણી પીશો તો શરીરમાં પાણીની કમી નહીં થાય. આ ઉપરાંત, તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
તમને જણાવી દઈએ કે ડાયાબિટીસના દર્દીઓ માટે નાળિયેર પાણી જ નહીં પરંતુ નાળિયેરની મલાઈ પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં સ્વાસ્થ્યને ફાયદા પહોંચાડનાર પોષક તત્વ હોય છે, જે મેટાબોલિઝ્મને સારૂ બનાવવાનું પણ કામ કરે છે.
આ સિવાય આ ક્રીમ ખાવાથી શરીરની ચરબી પણ ઓછી થાય છે. આનો અર્થ એ છે કે ડાયાબિટીસ અને સ્થૂળતાથી પીડિત લોકો નારિયેળની ક્રીમને તેમના આહારનો ભાગ બનાવી શકે છે. ન્યુટ્રિશનિસ્ટ મુનમુન અનુસાર, કોકોનટ ક્રીમ હૃદયના સ્વાસ્થ્ય અને સારા કોલેસ્ટ્રોલને પ્રોત્સાહન આપવામાં પણ અસરકારક છે.
ક્યારે પીવુ જોઈએ નાળિયેર પાણી
એક્સપર્ટ પ્રમાણે નાળિયેર પાણી જો ખાલી પેટ પીવામાં ન આવે તો તેને મિડ મોર્નિંગ ડ્રિંક તરીકે પીવો. સવારે 11 કલાકની આપસાપ લાગનારી ભૂખને શાંત કરવા માટે નાળિયેર પાણી પી શકો છો. પરંતુ ક્યારેય લંચ કે નાસ્તાની સાથે નાળિયેર પાણી ન પીવો.
આ રીતે ગરમીમાં ઠંડક અને હાઇડ્રેશન માટે પણ નાળિયેરના પાણીનું સેવન કરી શકાય છે. પરંતુ ડાયાબિટીસમાં નાળિયેર પાણીનું સેવન સીમિત માત્રામાં કરો.
Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ચિકિત્સીય સલાહ જરૂર લો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે