Indian Railway: હવે ટ્રેનોમાં ટોઈલેટ્સ જોવા મળી શકે છે એકદમ ચકાચક, રેલવેએ ભર્યું આ અનોખુ પગલું

Indian Railway: ભારતીય રેલવે સતત પોતાની સેવાઓને ઉત્કૃષ્ટ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. નવી નવી અને એડવાન્સ્ડ ટેક્નોલોજીની ટ્રેનો પાટા પર દોડી રહી છે. જ્યારે ટ્રેનોની અંદરના ટોઈલેટ હજુ પણ બેકાર અવસ્થામાં જ જોવા મળે છે.

Indian Railway: હવે ટ્રેનોમાં ટોઈલેટ્સ જોવા મળી શકે છે એકદમ ચકાચક, રેલવેએ ભર્યું આ અનોખુ પગલું

Indian Railway: ભારતીય રેલવે સતત પોતાની સેવાઓને ઉત્કૃષ્ટ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. નવી નવી અને એડવાન્સ્ડ ટેક્નોલોજીની ટ્રેનો પાટા પર દોડી રહી છે. જ્યારે ટ્રેનોની અંદરના ટોઈલેટ હજુ પણ બેકાર અવસ્થામાં જ જોવા મળે છે. લોકોની સતત ગંદા ટોઈલેટ્સની ફરિયાદો રેલવેને મળે છે. હવે રેલવેએ આ ફરિયાદોને પગલે મોટું પગલું ભર્યું છે. રેલવેએ પોતાના અધિકારીઓને દેશભરમાં ટ્રેનોનું નિરિક્ષણ કરવા અને તેના મુખ્ય કારણોની ભાળ મેળવવાના નિર્દેશ આપ્યા છે. 

રેલવે અધિકારીઓને નિર્દેશ
રેલવે અધિકારીઓએ તેની જાણકારી આપી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે બીજા તબક્કામાં રેલવે બોર્ડ સ્તરના અધિકારીઓને મુસાફરોની સમસ્યાઓ જોવા માટે 24 કલાક માટે ટ્રેનોના એસી-3ના ડબ્બામાં મુસાફરી કરવા માટે કહેવામાં આવી શકે છે. છેલ્લા ત્રણ દિવસમાં વરિષ્ઠ અધિકારીઓએ 544 આવા નિરિક્ષણ કર્યા છે. 

મળી રહી છે ફરિયાદો
સોશિયલ મીડિયામાં આવી ફરિયાદો સામાન્ય છે જ્યાં મુસાફરો  ટ્રેનોમાં પાણીની અછતથી લઈને ગંદા ટોઈલેટ્સની સમસ્યા અંગે જણાવે છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં આવી જ એક ઘટના સામે આવી જ્યારે નવી દિલ્હી-બિલાસપુર રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરનારા એક મુસાફરે ફરિયાદ કરી કે જ્યારે તેણે ટ્રેનનું બાયો શૌચાલયનું ફ્લશ  ચાલુ કર્યું તો બધી ગંદકી તેના ઉપર આવી ગઈ. મુસાફરી આ અંગે ઉત્તર રેલવેને ફરિયાદ કરી ત્યારબાદ વરિષ્ઠ અધિકારીઓએ અનેકવાર બેઠકો કરી અને શૌચાલયની સમીક્ષા કરવામાં આવી. 

મુસાફરોની પરેશાનીઓ જાણવા નિયુક્ત કરાયા
એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એક અધિકારી નિયુક્ત કરવા  પાછળનું કરાણ એ સુનિશ્ચિત કરવાનું છે કે તેમને ખબર પડે કે હકીકતમાં છે શું. મુસાફરોએ કયા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે જાણવું પણ જરૂરી છે. 

(ઈનપુટ-ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news