Black Carrot: કેમ શિયાળાનું સુપરફૂડ કહેવાય છે કાળું ગાજર? જાણો કેમ આ ગાજર ગણાય છે સર્વગુણ સંપન્ન!

શું તમે કાળા રંગનું ગાજર જોયું છે?  જી હા, કાળા રંગનું ગાજર આવે છે અને તે આપણા દેશમાં મળે છે. અનોખું એવું આ ગાજર વિટામિન્સનો ખજાનો છે.

Black Carrot: કેમ શિયાળાનું સુપરફૂડ કહેવાય છે કાળું ગાજર? જાણો કેમ આ ગાજર ગણાય છે સર્વગુણ સંપન્ન!

નવી દિલ્હીઃ શું તમે કાળા રંગનું ગાજર જોયું છે?  જી હા, કાળા રંગનું ગાજર આવે છે અને તે આપણા દેશમાં મળે છે. અનોખું એવું આ ગાજર વિટામિન્સનો ખજાનો છે. ઠંડીની સિઝન આવી ગઈ છે અને બજારમાં અનેક શાકભાજી મળવા લાગ્યા છે. જેમાં ગાજર ખૂબ જ પૌષ્ટિક હોય છે. ખાસ કરીને શિયાળામાં મળતા ગાજરનો સ્વાદ અલગ જ હોય છે. સલાડમાં ગાજરનો ઉપયોગ થાય છે સાથે તેનો હલવો અને અથાણું પણ બને છે. આ તો થઈ લાલ ગાજરની વાત. પરંતુ શું તમે કાળા રંગનું ગાજર જોયું છે?  જી હા, કાળા રંગનું ગાજર આવે છે અને તે આપણા દેશમાં મળે છે. અનોખું એવું આ ગાજર વિટામિન્સનો ખજાનો છે.

કેવું હોય છે કાળું ગાજર?
કાળું ગાજર એક ખાસ પ્રકારનું ગાજર છે. જેને વૈજ્ઞાનિક રૂપથી કૈરોટા સબસ્પના રૂપમાં જાણવામાં આવે છે. આ ચીન અને ભારતમાં સૌથી વધુ મળે છે. કાળા ગાજર, જેને દેસી ગાજર પણ કહેવામાં આવે છે. તે તમામ રંગના ગાજર કરતા વધારે પૌષ્ટિક હોય છે. તેમાં ફાયબર, પોટેશિયમ, વિટામિન-એ, વિટામિન-સી, વિટામિની-બી જેવા પૌષ્ટિક ગુણો હોય છે. જે ઈમ્યુનિટિ વધારવા માટે મદદ કરે છે.

આવી રીતે કરો ઉપયોગ-
કાળા ગાજરનો સ્વાદ અન્ય ગાજર કરતા અલગ હોય છે. તે વધુ મીઠું અને સ્વાદિષ્ટ હોય છે. બહારથી કાળા રંગની આ ગાજરનો વચ્ચેથી હળવો હોય છે. અવધમાં ખાસ કરીને કાળા ગાજરનું મોટા પાયે ઉત્પાદન થાય છે. કેટલીક જગ્યાએ આ ગાજરનો હલવો પણ મળે છે. સામાન્ય ગાજરના હલવાની જેમ જ તેનો હલવો બનાવી શકાય છે.

ગુણોનો છે ભંડાર-
કાળા ગાજર અનેક ગુણો ધરાવે છે. જો તેને ડાયેટમાં સામેલ કરવામાં આવે તો તમને શરીરને ફિટ રાખવામાં મદદ મળશે. સાથે જ તમારી ત્વચા સાથે જોડાયેલી સમસ્યાનું પણ સમાધાન આવી શકે છે.

આ રોગમાં કરાવશે ફાયદો-
કાળું ગાજર એક એવું શાકભાજી છે, જેમાં કેલેરી ઓછી હોય છે. જેના કારણે વજન ઓછું કરાવવામાં ફાયદો થાય છે. સાથે જ રિસર્ચમાં એ વાતનો ખુલાસો થયો છે કે, તેના એન્ટી ઓક્સીડન્ટમં કેન્સરથી લડવાના ગુણો હોય છે. આર્થરાઈટિસના દર્દ અને હાર્ટની સમસ્યા માટે પણ તેની ઉપયોગ થઈ શકે છે. કાળા ગાજરનો જ્યુસ પીવાથી ફેટી લિવર, હાઈ બ્લડ સુગર, હાઈ બીપી અને હાર્ટની માંસપેશીઓમાં જકડાવાની સમસ્યાને દૂર કરી શકાય છે.

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news