Eating Habits: જમ્યા બાદ ના કરો આ ભૂલ, નહીં તો ઓછી થઈ જશે ઉંમર
ભોજન (Food)થી આપણા શરીરને પોષણ મળે છે. તેનાથી શરીરમાં ઉર્જા (Energy) અને શક્તિ (Strength) બની રહે છે. ત્યારે જો માણસને યોગ્ય ભોજન ના મળે તો શરીરમાં નબળાઈ (Weakness) આવી જાય છે
Trending Photos
નવી દિલ્હી: ભોજન (Food)થી આપણા શરીરને પોષણ મળે છે. તેનાથી શરીરમાં ઉર્જા (Energy) અને શક્તિ (Strength) બની રહે છે. ત્યારે જો માણસને યોગ્ય ભોજન ના મળે તો શરીરમાં નબળાઈ (Weakness) આવી જાય છે. પોષ્ટિક આહાર નું સેવન કરવાથી શરીરને ઘણી ગંભીર બિમારીઓથી બચાવી શકાય છે. ખાવા-પીવા સાથે જોડાયેલી કેટલીક એવી ખોટી આદતો (Bad Eating Habits) છે, જેને કરવાથી બચવું જોઇએ.
ભોજન કર્યા બાદ સામાન્ય છે ભૂલ
મોટાભાગના લોકો જમતી (Food) વખતે અથવા જમ્યા પછી થોડી ભૂલો કરે છે, જે તેમના સ્વાસ્થ્ય (Health)ને નુકસાન પહોંચાડે છે. જાણીએ ભોજન કરતા સમયે અને ત્યારબાદ કઈ ભૂલો (Bad Eating Habits) કરવી જોઇએ નહીં.
ભોજન કર્યા બાદ તાત્કાલીક પાણી ના પીવો
ગરમાગરમ ભોજન કરવાનું બધાને પસંદ હોય છે. ભોજન કર્યા બાદ તાત્કાલીત પાણી (Water) પીવાથી પાચન ક્રિયા (Digestion Process)ને નુકાસન પહોંચે છે. તેનાથી એન્ઝાઇમને નબળા (Enzyme Weak) બને છે. આને કારણે, કુદરતી પાચન (Natural Digestion)નો સમય ઓછો થાય છે. તો પણ, સામાન્ય રીતે જમ્યાના એક કલાક પહેલાં પાણી પીવું અથવા ભોજનની વચ્ચે થોડું પાણી પીવું.
ભોજન બાદ ચા-કોફીનું ના કરો સેવન
ભોજન કર્યા બાદ તાત્કાલીક ચા (Tea), કોફી (Coffee) અને કોલ્ડ ડ્રિંક (Cold Drink) ન પીવી જોઈએ. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ભોજનના એક કલાક પહેલા અને ભોજનના એક કલાક પછી પેય પદાર્થોનું સેવન ન કરવું જોઇએ. આ વસ્તુઓના સેવનથી શરીરમાં આયર્નનો અભાવ થાય છે. આ એનિમિયા (Aanemia) તરફ દોરી શકે છે.
ભોજન બાદ તરત જ સિગરેટ છે ખુબજ નુકસાનકારક
કેટલાક લોકોને ભોજન (Food) કર્યા બાદ તરત જ સિગરેટ (Cigarette) પીવાની આદત હોય છે. પરંતુ ભોજન કર્યા બાદ તરત જ સિગરેટ પીવાથી સ્વાસ્થ્ય માટે ખુબજ નુકસાનકારક હોય છે. ભોજન બાદ એક સિગરેટ 10 સિગરેટ બરાબર શરીરને નુકસાન પહોંચાડે છે. જો તમને પણ આ ખરાબ આદત છે તો આજે જ છોડીવામાં સમજદારી છે.
જમ્યા પછી તરત જ નહાવાનું ટાળો
કેટલાક લોકો જમ્યા (Food) પછી નહાતા હોય છે. આમ કરવાથી તમારા સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડે છે. ભોજન કર્યા પછી તરત જ સ્નાન (Bath) કરવાથી શરીરનું તાપમાન ઓછું (Body Temperature Low) થાય છે અને તે પછી લોહીના પરિભ્રમણને અસર કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે