Health Tips: દિવસની શરુઆત ચા કે કોફીથી નહીં આ 3 માંથી કોઈ એક જ્યુસથી કરો, શરીર રહેશે રોગમુક્ત

Health Tips: સવારે ખાલી પેટ તમે શું ખાવ છો અને પીવો છો તે ખૂબ જ મહત્વનું હોય છે. જો સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો સવારે ખાલી પેટ તમે કઈ વસ્તુનું સેવન કરો છો તેના પ્રત્યે જાગૃત રહેવું.

Health Tips: દિવસની શરુઆત ચા કે કોફીથી નહીં આ 3 માંથી કોઈ એક જ્યુસથી કરો, શરીર રહેશે રોગમુક્ત

Health Tips: સવારે ખાલી પેટ તમે શું ખાવ છો અને પીવો છો તે ખૂબ જ મહત્વનું હોય છે. જો સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો સવારે ખાલી પેટ તમે કઈ વસ્તુનું સેવન કરો છો તેના પ્રત્યે જાગૃત રહેવું. મોટાભાગના લોકો સવારે ખાલી પેટ ચા કે કોફી પીતા હોય છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનીએ તો સવારની શરૂઆત ચા કે કોફી થી નહીં પરંતુ એવી વસ્તુઓથી કરવી જોઈએ જે તમને આખો દિવસ એનર્જેટિક રાખે અને સ્વાસ્થ્યને પણ ફાયદો કરે. 

આખા દિવસનો આધાર સવારે ખાલી પેટ તમે કઈ વસ્તુનું સેવન કરો છો તેના પર હોય છે. તેથી જ સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે દિવસની શરૂઆત કેટલાક હેલ્ધી ડ્રિન્ક સાથે કરવી જોઈએ. કારણ કે સવારે તમે જાગો છો ત્યારે બોડી ડિહાઈડ્રેટ હોય છે. તેવામાં જો તમે હેલ્ધી ડ્રિન્ક ને બદલે ચા કે કોફી પીવો છો તો શરીરને વધારે સમસ્યા થઈ શકે છે. 

જો તમારા મનમાં પ્રશ્ન હોય કે સવારે ખાલી પેટ કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ તો ચાલો તેના માટેના ઓપ્શન પણ તમને આપી દઈએ. સવારે ખાલી પેટ તમે આ ત્રણ વસ્તુમાંથી કોઈ પણ એકનું સેવન કરી શકો છો. આ ત્રણ હેલ્ધી ડ્રિંક એવા છે જેને ખાલી પેટ લેવાથી શરીરને ફાયદો થાય છે. તમે થોડા દિવસ આ ડ્રિંક્સમાંથી કોઈ એકને પીના દિવસની શરૂઆત કરશો તો તમે અનુભવશો કે શરીરને જબરદસ્ત ફાયદા થઈ રહ્યા છે અને શરીરની કેટલીક સમસ્યાઓ તો દવા વિના જ દૂર થવા લાગી છે. 

હેલ્ધી મોર્નિંગ ડ્રિંક્સ

નાળિયેર પાણી

શરીરને તુરંત એનર્જી આપતું નાળિયેર પાણી સવારે ખાલી પેટ પીવા માટે બેસ્ટ ડ્રિન્ક છે. નાળિયેર પાણી શરીરને હાઈડ્રેટ કરે છે અને પાચન પણ સુધારે છે.. તે શરીરને એનર્જી આપે છે. જો તમે કસરત કરતા હોય તો નાળિયેર પાણી પીને કસરત કરવા જવું તેનાથી તમને ખૂબ જ ફાયદો થશે. 

આમળા અને આદુ

એક ચમચી આદુના રસમાં તાજા આમળાનો રસ મિક્સ કરી પી લેવાથી ઇમ્યુનિટી વધે છે. રોજ સવારે જો તમે આમળા અને આદુના શોર્ટસ બનાવીને પી લેશો તો હાઈ બ્લડ સુગરની સમસ્યા પણ કંટ્રોલમાં રહેશે. ડાયાબિટીસના દર્દી માટે આ સૌથી બેસ્ટ મોર્નિંગ ડ્રીંક છે. 

દુધીનો રસ

જે લોકોને એસીડીટી, કબજિયાત જેવી પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તેમણે સવારે દુધીના રસનું સેવન કરવું જોઈએ. સવારમાં દુધીનો રસ પીવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે અને સાથે જ શરીરને પણ ફાયદો થાય છે. દુધી શરીરને નેચરલ ઠંડક આપે છે. ગરમીના દિવસોમાં દુધીનો રસ ખૂબ જ ફાયદો કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news