અંબાલાલ પટેલની આગાહી : બે ઉપસાગરમાં હલચલથી ગુજરાતનું વાતાવરણ બગડશે

Weather Update Today :  અંબાલાલ પટેલે કહ્યું કે, 20 માર્ચના રોજ સુર્ય ઉતરાર્ધમાં આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા, પવન ફૂંકાશે

અંબાલાલ પટેલની આગાહી : બે ઉપસાગરમાં હલચલથી ગુજરાતનું વાતાવરણ બગડશે

Gujarat Weather Forecast : ગુજરાતમાં ગરમીએ માથું ઉંચક્યું છે. જોકે, બેવડી ઋતુ હજી પણ લોકોને સતાવી રહી છે. આવામાં હજી પણ ગુજરાત પર મોટું સંકટ છે. કારણ કે, ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ બગડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચમાં ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ કરે છે. આ કારણોસર આગાહી કરવી મુશ્કેલ છે. આ જ કારણ છે કે આ વખતે દિલ્હી જેવા સરહદી વિસ્તારોમાં હવામાનની સચોટ આગાહીને અસર થઈ છે. પરંતુ ગુજરાતમાં તેની અસર નહિવત છે. ગુજરાતમાં હાલ વરસાદની કોઈ આગાહી નથી. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે
હાલ જમ્મુ-કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ કારણે, હવામાન પ્રવૃત્તિઓ પર્વતો સુધી મર્યાદિત છે. બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 12 માર્ચની આસપાસ સક્રિય થઈ રહી છે. આ બે સિસ્ટમ ઓવરલેપ થઈ રહી છે. આ કારણે 13 માર્ચે દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના તળેટી અને મેદાનોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રાજધાનીમાં છૂટાછવાયા વાદળો જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. 

બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, માર્ચ માસમાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. એપ્રિલ અને મે મહિનામા બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે. 13 માર્ચ સુધી ગરમી રહેશે. હવામાન નિષ્ણાતે જણાવ્યુ કે, 20 માર્ચના રોજ સુર્ય ઉતરાર્ધમાં આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા, પવન ફૂંકાશે. ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે. આંબા પર મોર આવ્યા છે તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો આંબા પર મોર ખરી પડવાની શક્યતા રહે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news