સરકાર સુસ્તીમાં અને બાબુ મસ્તીમાં... લેત લતીફ સરકારી બાબુઓના કાન કોણ આમળશે?
Zee 24 Kalak Reality Check : સરકારી કચેરીઓમાં અધિકારીઓ-કર્મચારીઓનું ZEE 24 કલાકે કર્યું રિયાલિટી ચેક..... ક્યાંક સમયસર જોવા મળી હાજરી તો ક્યાંક જોવા મળી ગેરહાજરી....
Trending Photos
Zee 24 Kalak Reality Check હિતલ પારેખ/ગાંધીનગર : સરકારી કચેરીઓમાં જનતા પોતાના કામ કરાવવા માટે ઉમ્મીદથી જાય છે. જનતા સવારથી સરકારી કચેરીઓમાં પહોંચી જાય છે. જો કે વાત એમ છે કે જનતા તો સરકારી કચેરી સમયસર પહોંચી જાય છે. પણ સરકારી બાબુઓ ક્યારેય પહોંચતા નથી. ઉઠબેસ ન કરવાની બીકે વિદ્યાર્થીઓ પણ શાળામાં સમયસર પહોંચી જાય છે, પરંતુ સરકારી બાબુઓના કાન મરોડવા કોઈ ન હોવાથી તેઓ ક્યારેય સમયસર ઓફિસ પહોંચતા નથી. આજે અમે આપને બતાવી રહ્યા છે એટલે કે ZEE 24 કલાક તમને બતાવી રહ્યું છે સરકારી બાબુઓની આળસ, સરકારી બાબુઓની લેટલતીફીનું રિયાલિટી ચેક...
રિયાલિટી ચેકમાં 90 ટકા ઓફિસ ખાલી
રાજ્ય સરકારના કર્મચારી અને અધિકારીઓ માટે ઓફિસ સમય સવારના 10:30થી 6:10 સુધીનો હોય છે. પરંતુ સરકારી બાબુઓ ક્યારેય સમયસર ઓફિસે પહોંચતા નથી. ત્યારે ઝી 24 કલાકની ટીમ રિયાલિટી ચેક માટે આરોગ્ય વિભાગની કચેરી પહોંચી. જેમાં સામે આવ્યું કે સમય થઈ ગયો હોવા છતાં 90 ટકા ઓફિસ ખાલી હતી. સરકારી કર્મચારી અને અધિકારીઓ વિનાની ખાલી ઓફિસ હતી. ગાંધીનગરથી જ સમયસર ઓફિસ આવવા માટેનો આદેશ થતો હોય છે પરંતુ રિયાલિટી ચેકમાં તે જ જગ્યાએ અમલ ન થતો હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગ સીધી રીતે પ્રજા સાથે જોડાયેલો વિભાગ છે. જો ત્યાં જ આ પ્રકારની સ્થિતિ હોય તો પછી બીજી સરકારી કચેરીઓની શું સ્થિતિ હશે તે સમજી શકાય છે.
આ પણ વાંચો :
ગામડાઓમાં સરાકરી બાબુઓ બપોર સુધી ઓફિસમાં ફરકતા નથી
સરકારી બાબુઓ ઘડિયાળના કાંટે નહીં પણ પોતાના સમયથી ઓફિસ આવે છે અને જાય છે. સવારે સાડા દસ વાગ્યે કોઈ સરકારી કર્મચારી ઓફિસમાં પહોંચતા નથી. જનતા સાહેબની રાહ જુએ છે અને બાબુ પોતાની મસ્તીમાં, પોતાના ટાઈમે ઓફિસ આવે છે. સરકારી કર્મચારીઓનો ઓફિસ ટાઈમ સાડા દસ વાગ્યાનો છે જો કે કર્મચારીઓ આ ટાઈમને ઘોળીને પી ગયા છે સરકારી બાબુઓતો પોતાના સમયે જ ઓફિસ આવે છે. જે જનતા ટેક્સ ભરે છે, જનતાના ટેક્સના પૈસે બાબુઓને પગાર મળે છે. એ જનતા ધક્કા ખાય છે. અને બાબુઓ પોતાની મસ્તીમાં મસ્ત બનીને ઓફિસ આવે છે. શહેરોમાં તો બાબુઓની લેટલતીફી છે જ પણ ગામડાઓમાં તો શહેરો કરતા પણ ભયંકર હાલ છે. ગામડાઓમાં તો સરાકરી બાબુઓ બપોર સુધી ઓફિસમાં ફરકતા નથી. ઓફિસ ટાઈમ દરમ્યાન સરકારી કર્મચારીઓ ટેબલ પર હોતા નથી. સવાલ એ છે કે સરકારી કર્મચારીઓને સમયપાલનનું ભાન કોણ કરાવશે?
સુરતમાં શું છે સ્થિતિ
અમે સુરતનીઅઠવા ઝોનની સરકારી ઓફિસમાં રિયાલિટી ચેક કર્યું. જ્યાં 10.35 વાગ્યા સુધી કર્મચારીઓ ઓફિસમાં પહોંચ્યા ન હતા. આસિસ્ટેન્ટ કમિશનર, કાર્યપાલક ઈજનેર ઓફિસમાં જોવા ન મળ્યા. સરકારી કચેરીઓમાં કર્મચારીઓના ટેબલ ખાલી જોવા મળ્યા. કર્મચારીઓ ન પહોંચતા અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. દરેક ઝોન ઓફિસમાં 10.30 વાગ્યાનો સમય છે.
વડોદરાની સરકારી ઓફિસમાં રિયાલિટી ચેક
વડોદરાની કોર્પોરેશનના વોર્ડ-7ની કચેરીમાં રિયાલિટી ચેકમાં VMCની કચેરીમાં કેટલાક ગુલ્લીબાજ કર્મચારીઓ ન જોવા મળ્યા. કર્મચારી ન હોવાથી પ્રોફેશનલ ટેક્સની બારી બંધ જોવા મળી. નાયબ કાર્યપાલક ઈજનેર, વોર્ડ ઓફિસરની કચેરીમાં ગેરહાજરી જોવા મળી. સિનિયર સેનેટરી ઈન્સપેક્ટર પણ ઓફિસરમાં જોવા ન મળ્યા. ત્રણેય અધિકારીઓ ફિલ્ડમાં હોવાનું સ્ટાફે જણાવ્યું. મહત્વનું છે કે,કોર્પોરેશનમાં નોકરીનો સમય સવારે સાડા 10થી સાંજે 6.10 વાગ્યા સુધી છે. ત્યારે આજે ઝી 24 કલાકની ટીમે વોર્ડ નંબર-7ની કચેરીમાં મોટા ભાગના કર્મચારીઓ હાજર જોવા મળ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે