Zee 24 Kalak Opinion Poll: ગુજરાતમાં કોની સરકાર, કઈ પાર્ટીને કેટલી સીટ, કોણ CM માટે પહેલી પસંદ; ચૂંટણી પહેલા ઝી 24 કલાકને સૌથી મોટો સર્વે

Gujarat Assembly Election 2022: ઝી 24 કલાકે ચૂંટણી પહેલા ગુજરાતની જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો હતો. અમારી ટીમે રાજ્યના 33 જિલ્લામાં ફરીને સર્વે હાથ ધર્યો હતો. આ સર્વે પ્રમાણે લોકોના મંતવ્યો સામે આવ્યા છે, તે પ્રમાણે લાગી રહ્યું છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં વાપસી કરી રહી છે. પરંતુ સાચી ખબર તો 8 ડિસેમ્બરે પડશે, જ્યારે ચૂંટણીનું પરિણામ જાહેર થશે. 

 Zee 24 Kalak Opinion Poll: ગુજરાતમાં કોની સરકાર, કઈ પાર્ટીને કેટલી સીટ, કોણ CM માટે પહેલી પસંદ; ચૂંટણી પહેલા ઝી 24 કલાકને સૌથી મોટો સર્વે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાવાનું છે. જ્યારે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. આ વચ્ચે ઝી 24 કલાકે ચૂંટણીને લઈને રાજ્યમાં સૌથી મોટો સર્વે કર્યો છે. અમે 2 મહિના સુધી આશરે બે લાખ લોકો સાથે વાત કરીને આ સર્વે તૈયાર કર્યો છે. તમે પણ જુઓ શું છે આ સર્વેનું પરિણામ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કામગીરીથી કેટલા સંતુષ્ટ છો?
સંપૂર્ણ સંતુષ્ટ    32%
સંતુષ્ટ        28%
અસંતુષ્ટ        19%
કહી ન શકાય    21%

છેલ્લાં 20 વર્ષના શ્રેષ્ઠ CM કોણ?
નરેન્દ્ર મોદી        39.57%
ભૂપેન્દ્ર પટેલ    20.67%
આનંદીબેન પટેલ    15.03%
વિજય રૂપાણી    10.43%
આમાંથી કોઈ નહીં    14.28%

કયું પરિબળ જોઈને તમે મત આપો છો?
જ્ઞાતિ જોઈને    19%
કાર્યકરને જોઈને    11%
ઉમેદવારને જોઈને    18%
રાષ્ટ્રીય નેતૃત્વને જોઈને     7%
સ્થાનિક નેતૃત્વને જોઈને 23%
ચૂંટણી ઢંઢેરો જોઈને    17%
અન્ય કારણો જોઈને    5%

કઈ જ્ઞાતિનો ઝુકાવ કોના તરફી છે?
                     ભાજપ    કોંગ્રેસ    AAP    કહી ન શકાય/અન્ય
પાટીદાર        44.1    33.9    7.87    14.13
કોળી પટેલ        57.3    26.13    10.93    5.64
ઠાકોર        43.08    32.96    9.63    14.33
મુસ્લિમ        26.92    49.2    15.7    8.18
આદિવાસી        44.4    41.9    12.6    1.1
અન્ય OBC    44.7    48    2.2    5.1
અન્ય સવર્ણ    66    22.46    8.54    3
બાકીના અન્ય    68.2    25.9    3.9    2

પુરુષ મતદારોની પસંદ કોણ છે?
ભાજપ        42%
કોંગ્રેસ        46%
AAP        7%
કહી ન શકાય/અન્ય    5%

મહિલા મતદારોની પસંદ કોણ છે?
ભાજપ        58%
કોંગ્રેસ        24%
AAP        11%
કહી ન શકાય/અન્ય    7%

ઉંમર પ્રમાણે મતદારોની પસંદ કોણ છે?    
ઉંમર    ભાજપ    કોંગ્રેસ    AAP    અન્ય
18-25    37%    33%    15%    15%
26-35    49%    34%    9%    8%
36-50    54%    36%    7%    3%
51-60    52%    34%    8%    6%
61થી ઉપર    54%    36%    4%    6%
કુલ    49%    35%    9%    8%

શહેરી મતદારોની પસંદ કોણ છે?
ભાજપ        56%
કોંગ્રેસ        31%
AAP        8%
કહી ન શકાય/અન્ય    5%

ગ્રામ્ય મતદારોની પસંદ કોણ છે?
ભાજપ        44%
કોંગ્રેસ        39%
AAP        10%
કહી ન શકાય/અન્ય    7%

CM પદ માટે તમારી પસંદ કોણ છે?
ભૂપેન્દ્ર પટેલ    45.09%
સી. આર. પાટીલ    23.63%
જગદીશ ઠાકોર    19.2%
નરેશ પટેલ        9.02%
ઈસુદાન ગઢવી    2.68%

કયા પક્ષને કેટલા ટકા મત મળી શકે?
ભાજપ        49.95%
કોંગ્રેસ        35.30%
AAP        8.9%
અપક્ષ        2.6%
અન્ય + નોટા    3.25%

ઝોન પ્રમાણે કોને કેટલી બેઠક મળી શકે?

ઝોન        કુલ બેઠક    ભાજપ    કોંગ્રેસ    AAP    અન્ય
ઉત્તર ગુજરાત    32    18-22    10-12    0-0    0-2
મધ્ય ગુજરાત    40    24-28    12-14    0-1    0-1
દક્ષિણ ગુજરાત    35    28-30    4-5    0-1    0-1
સૌરાષ્ટ્ર-કચ્છ    54    37-42    12-16    0-1    0-0
અમદાવાદ        21    17    4

કયા પક્ષને કેટલી બેઠકો મળશે?
ભાજપ    124 થી 139
કોંગ્રેસ    42 થી 51
AAP    0 થી 3
અન્ય    1 થી 4

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news