AAP એ મોટો નિર્ણય બદલ્યો, દહેગામથી યુવરાજને બદલે બીજા ઉમેદવારને આપી ટિકિટ, હવે શું થશે

Gujarat Elections 2022 : દહેગામ બેઠકથી યુવરાજસિંહ જાડેજા નહીં લડે ચૂંટણી... સુહાગ પંચાલ દહેગામ બેઠક માટે નવા ઉમેદવાર જાહેર... યુવરાજસિંહને સાત વિધાનસભાની બેઠકો જીતાડવાની જવાબદારી સોંપાઈ... 

AAP એ મોટો નિર્ણય બદલ્યો, દહેગામથી યુવરાજને બદલે બીજા ઉમેદવારને આપી ટિકિટ, હવે શું થશે

ગૌરવ પટેલ/અમદાવાદ :આમ આદમી પાર્ટીએ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની 12 મી યાદી જાહેર કરી છે. જ્યાં દહેગામથી સુહાગ પંચાલને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે કે આ બેઠક પર યુવા નેતા યુવરાંજ સિંહ જાડેજાને ટિકિટ આપે તેવી ચર્ચા ઉઠી હતી. ત્યારે દેહગામ બેઠક પરથી યુવરાજસિંહ જાડેજા ચૂંટણી નહિ લડે તેવું સામે આવ્યું છે. જોકે, આ મામલે યુવરાજસિંહ જાડેજાએ ખુલાસો કર્યો. આપ દ્વારા સાત વિધાનસભાની બેઠકો જીતાડવાની જવાબદારી યુવરાજસિંહ જાડેજાને સોંપાઈ છે. યુવરાજસિંહને ગુજરાત આપના સ્ટાર પ્રચારક બનાવાયા છે. જેથી સુહાગ પંચાલ દેહગામના નવા ઉમેદવાર જાહેર કરાયા છે.

યુવરાજને બનાવ્યા સ્ટાર પ્રચારક
દહેગામ બેઠક પરથી આપના ઉમેદવાર યુવરાજસિંહ જાડેજા હતા. ત્યારે યુવરાજસિંહ જાડેજાની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. સવાલ એ છે કે શું આમ આદમી પાર્ટીમાં નવો ડખો ઉભો થયો છે? આ સવાલનો જવાબ યુવરાજસિંહે આપ્યો છે. પોતાને સ્ટાર પ્રચારક બનાવ્યા હોવાની ખુદ યુવરાજસિંહે જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ સાત વિધાનસભા બેઠકો જીતાડવાની જવાબદારી યુવરાજે સોંપી છે. જેથી સુહાગ પંચાલને દહેગામના આપના ઉમેદવાર બનાવ્યા છે. 

આપે 7 બેઠક પર 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી

  • અંજારથી અરજણ રબારીને ટિકીટ
  • ચાણસ્માથી વિષ્નુભાઈ પટેલને ટિકીટ
  • દહેગામથી સુહાગ પંચાલને ટિકીટ
  • લીંબડીથી મયુર સાકરીયાને ટિકીટ
  • ફતેપુરાથી ગોવિંદ પરમારને ટિકીટ
  • સયાજીગંજથી સ્વેજલ વ્યાસને ટિકીટ
  • ઝઘડિયાથી ઉર્મિલા ભગતને ટિકીટ

પાર્ટીએ જે જવાબદારી આપી એ હું સ્વીકારીશ
યુવરાજસિંહ જાડેજા આ અંગે જવાબ આપ્યો કે, પાર્ટીએ મને જે કાર્યભાર આપવામાં આવી તે હું સ્વીકારુ છું. મને પાર્ટીએ કહ્યું કે, તમે દહેગામ નહિ, પરંતું ગુજરાતના યુવકોના લોકચાહક છો અને યુવાઓના દિલના રાજા છો. તેથી તેમ યુવાઓ સુધી આપના વિચારો પહોંચાડો. તેઓે ગુજરાતના યુવા શક્તિને એકજૂટ કરો. મને ગુજરાતના સ્ટારપ્રચારક તરીકે નિમણૂંક અપાઈ. પાર્ટીએ જે જવાબદારી મને સોંપી છે, પાર્ટીનો નિર્ણય સર્વોપરી અને સર્વમાન્ય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news