Banana Benefits: શિયાળામાં દરરોજ ખાવ 1 કેળું, થશે જોરદાર ફાયદા, બચી જશો હજારો
Glowing skin: શિયાળાની સિઝનમાં કેળા પણ ઘણા ફાયદા છે. તેનાથી તમારી સ્કીન હેલ્ધી રહે છે. તેનો ઉપયોગ તમે ખાવા ઉપરાંત ચહેરા પર લગાવીને પણ કરી શકો છો. આવો જાણીએ કેળાના ફાયદા.
Trending Photos
Banana benefits for skin: બોડીને મસ્કુલર બનાવવા માટે લોકો કેળા પણ ખાય છે. જો તમે શિયાળામાં દરરોજ એક કેળું ખાવ છો તો તમારી સ્કીનને પણ તેના ફાયદા મળશે. શિયાળાની સિઝનમાં ત્વચા ડ્રાય થઇ જાય છે, જેનાથી ફેસ ગ્લો કરતો નથી, પરંતુ જો તમે દરરોજ એક કેળું ખાવાનું શરૂ કરી દો તો તમારા ચહેરાનો નિખાર ફરીથી પરત ફરી શકે છે. સ્કીન પર કેળું લગાવવાના પણ ઘણા ફાયદા ફાયદા થાય છે. કેળામાં પોટેશિયમ હોય છે જે શરીરમાં બ્લડ ફ્લોને વધારવામાં મદદ કરે છે, તો ચાલો જાણીએ કેળા ખાવાના ફાયદા.
કેળા ખાવાના ફાયદા
શિયાળામાં દરરોજ એક કેળું ખાવાથી તમને ઘણા ફાયદા થાય છે કારણ કે તેમાં ઘણા પોષક તત્વ હોય છે જે તમારી સ્કીનને ગ્લો કરવામાં મદદ કરે છે.
તેમાં પોટેશિયલ હોય છે જે શરીરના બ્લડ ફ્લોને વધારવામાં મદદ કરે છે. તેનાથી ત્વચાની તમામ કોશિકાઓને ભરપૂર માત્રામાં ઓક્સિજન મળે છે. તેનાથી ત્વચા પર ગ્લો આવે છે.
આ કોલેજનનું લેવલ પણ વધારવામાં મદદગાર થાય છે. આ પ્રોટીન હોય છે, જે ત્વચાનું ટેક્સચર અને ફેક્સિબિલિટી જાળવી રાખે છે. તેનાથી સ્કીન નેચરલ રીતે મુલાયમ બને છે.
કેળામાં મેંગનીઝ, મેગ્નીશિયમ અને વિટામીન-સી પણ હોય છે. જેથી સ્કીન સેલ્સને રિપેર કરવામાં મદદ મળે છે. તેનાથી સ્કીન પણ હેલ્ધી રહે છે.
સ્કીન પર લગાવો કેળું
જો શિયાળામાં તમે કેળા ખાતા નથી તો તમે સ્કીન પર પણ લગાવી શકો છો. તેનાથી તમે સ્કીનને હેલ્ધી રાખી શકો છો. તેના માટે તમારે અડધુ કેળું મેશ કરવું પડશે અને તેમાં અડધી ચમચી મધ મિક્સ કરવું પડશે પછી તેમાં બે ચમચી દહી નાખો અને પેસ્ટ બનાવી લો. હવે આ પેસતને તમે તમારા ચહેરા અને ગરદન પર લગભગ 20 મિનિટ સુધી રહેવા દો અને સુકાઇ ગયા બાદ તેને નવશેકા પાણીથી ચહેરા અને ગરદન ધોઇ લો. તેનાથી તમારી ત્વચામાં મોઇશ્ચ્યુરાઇઝ રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી)
આ પણ વાંચો: Perfume અને Deodorant વચ્ચે શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: જો તમે 10 સેકન્ડ KISS કરો છો તો 8 કરોડ બેક્ટેરિયા એકબીજા સાથે થાય છે શેર
આ પણ વાંચો: Himachal ના ખતરનાક પહાડ પર સરકારી ડ્રાઇવરે દોડાવી બસ, જુઓ ખતરનાક Video
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે