રશિયાએ ભારતને ઓફર કર્યું મહાશક્તિશાળી હથિયાર, ચીન-પાકિસ્તાન થરથર કાંપશે!
Russia India Relations : શક્તિશાળી બોમ્બર ખરીદશે ભારત? રશિયાએ ઓફર કર્યુ શક્તિશાળી બોમ્બર... ચીન-પાકિસ્તાનના શહેરો આવશે રેન્જમાં... ઓપરેશનલ ખર્ચ રાફેલ કરતાં છે વધારો... 12,000 કિમીની ભરી શકે છે ઉડાન.. સુપરસોનિક સ્પીડ બનાવે છે શક્તિશાળી... ભારતને TU-160થી થશે મોટો ફાયદો
Trending Photos
Tu 160 Black Jack Bomber : ભારત લાંબા સમયથી પોતાની ડિફેન્સ પાવરને વધારવાના ઉપાય શોધી રહ્યું છે. જેમાં રાફેલ, અપાચે, રોમિયો, S-400 મિસાઈલથી ભારતની સરહદો મજબૂત બની છે. તેની વચ્ચે રશિયાએ ભારતને પોતાનું શક્તિશાળી બોમ્બર TU-160 ઓફર કર્યુ છે. તે જો ભારતને મળી જાય તો ચીન અને પાકિસ્તાનના દરેક ખૂણા તેના નિશાના પર આવી જશે. ત્યારે આ વિમાનની શું વિશેષતા છે? તેનો ઓપરેશનલ ખર્ચ શું થાય છે? જોઈશું આ રિપોર્ટમાં...
- ચીન નહીં કરી શકે કોઈ અવળચંડાઈ
- પાકિસ્તાન નહીં કરી શકે નાપાક હરકત
- દુશ્મન દેશ ભારતથી થર-થર કાંપવા લાગશે
રશિયાએ ભારતને એવા વિમાનની ઓફર કરી છે. જો તે ભારતને મળી જશે તો ચીન અને પાકિસ્તાનના દરેક શહેર તેની રેન્જમાં આવી જશે. રશિયાનું આ વિમાન પરમાણુ હથિયાર નાંખવાની ક્ષમતા ધરાવે છે. એટલે તેના આવવાથી ભારત ડિફેન્સમાં વધુ મજબૂત બની જશે.
રશિયાની એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ભારતને સરહદ પર મજબૂત બનાવી રહ્યું છે. તેની વચ્ચે રશિયાએ ભારતને પોતાના સૌથી શક્તિશાળી બોમ્બર TU-160 આપવાનો પ્રસ્તાવ આપ્યો છે. તે લાંબા અંતરનુ બોમ્બર છે એટલે તે દુશ્મનના ઘરમાં ઘૂસીને બોમ્બ વરસાવીને પાછું આવી શકે છે.
ટુપોલેવ ટીયુ-160 બ્લેક જેક બોમ્બરની વિશેષતા શું છે જેના કારણે તેને વ્હાઈટ સ્વાન કહેવામાં આવે છે.
- તેની પાંખની લંબાઈ 182.9 ફૂટ છે...
- તેની ઉંચાઈ 43 ફૂટ છે...
- ખાલી વિમાનનું વજન 1.10 લાખ કિલોગ્રામ છે...
- તે 2220 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ઉડી શકે છે...
- સામાન્ય રીતે તે 960 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ઉડાન ભરે છે...
- એક વખતમાં તે 12,300 કિલોમીટર સુધીની ઉડાન ભરી શકે છે...
- તે 45,000 કિલોગ્રામ વજનના બોમ્બ લઈને ઉડી શકે છે...
- તેની અંદર લોન્ચર મિસાઈલ પણ સ્ટોર કરી શકાય છે...
આ વિમાનમાં વેરિએબલ સ્વીપ વિંગ્સ લાગેલી હોય છે જે પોતાનો એંગલ બદલી શકે છે. તે વિમાનને અલગ-અલગ ગતિ અને મિશનના પ્રકારને અનુકૂળ થવામાં મદદ કરે છે. જેનાથી તે સૌથી ઝડપી બોમ્બર બની જાય છે. જોકે આ વિમાનનો ઓપરેશન ખર્ચ બહુ મોંઘો છે.
ટીયુ-160 સામાન્ય ઓપરેશન દરમિયાન 1 કલાકમાં 12,000થી 15,000 લીટર ઈંધણનો ઉપયોગ કરે છે. ઈંધણ, મેન્ટેનન્સ અને ક્રૂને જોડી લઈએ તો તેના ઓપરેશનના 1 કલાકનો ખર્ચ 19,000થી 30,000 ડોલર થશે. તેની સરખામણીમાં રાફેલનો 1 કલાકનો ખર્ચ 16,000 ડોલર થાય છે.
ચીન સતત પોતાની સૈન્ય શક્તિ અને શસ્ત્રોને વધુ આધુનિક કરી રહ્યું છે. તો પાકિસ્તાન અવારનવાર ભારતની સરહદમાં ઘૂસણખોરીના પ્રયાસો કરતું રહે છે. આ સ્થિતિમાં જો ભારત પાસે રશિયાનું TU-160 વિમાન હોય તો..
- 6-6 વિમાન નાગપુર અને તંજાવુરમાં તહેનાત કરવામાં આવે છે...
- એક વખતમાં ચીન કે પાકિસ્તાન સુધી ઉડાન ભરી શકે છે...
- હિમાચલ, બિહાર, અસમ, નાાગાલેન્ડમાં તહેનાત હોય તો ચીનની અંદર કોઈપણ શહેરમાં બોમ્બમારો કરી શકે છે...
- તેમાં જે રેન્જની મિસાઈલ લોડ કરવામાં આવશે તેના આધારે તે ઉડાન ભરશે...
- દક્ષિણ ભારતમાં તહેનાત કરાશે તો હિંદ મહાસાગરમાં ચીનની હરકત પર લગામ લાગશે...
એટલે આ વિમાન ખરેખર ભારતને વધુ શક્તિશાળી બનાવશે અને દુશ્મન દેશ ભારત સામે નજર ઉંચી કરતાં પણ થર-થર કાંપવા લાગશે. જોકે તેનો ઓપરેશનલ ખર્ચ મોંઘો છે પરંતુ તેની વિધ્વંસક ક્ષમતાને જોતાં આવા વિમાન ભારત પાસે હોવા જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે